News of Saturday, 17th August 2024
નાઈજિરીયાની આ તલાકની રાજધાનીમાં એક યુગલે પોતાની લગ્નની 50મી વર્ષગાંઠ ઉજવી

નવી દિલ્હી: નાઇજીરિયાના કાનુ શહેરને 'તલાકની રાજધાની' કહેવામાં આવે છે, પરંતુ અહીં એક એવું યુગલ છે, જેનાં લગ્નની પચાસમી વરસગાંઠ ઊજવવા અને લાંબા સમય સુધી એકમેકની સાથે રહેવા માટે વખાણ થઈ રહ્યાં છે. મહમૂદ કબીર યુસૂફ અને રાબિયાતુ તાહીરે ગત દિવસોમાં તેમનાં લગ્નની પચાસમી વરસગાંઠની ઉજવણી કરી હતી. બીબીસી સાથે વાત કરતાં તેમણે તેમના ખુશખુશાલ જીવનનું રહસ્ય જણાવ્યું હતું અને એ પણ સમજાવ્યું હતું કે દેશના ઉત્તરી શહેર કાનુમાં આટલા મોટા પ્રમાણમાં લગ્નવિચ્છેદ શા માટે થાય છે. નાઇજીરિયા ઍરવેઝ માટે કામ કરતા મહમૂદ કબીર માને છે કે તેમનું લગ્નજીવન લાંબું ચાલવાનું કારણ તેમનાં પત્નીની દરિયાદિલી છે. મહમૂદ 76 વર્ષના છે. મહમૂદનાં પત્ની રાબિયાતુ તાહીરે બીબીસીને જણાવ્યું હતું કે તેમના પતિ એક નિસ્વાર્થ વ્યક્તિ છે અને ઘણું બધું નજરઅંદાજ કરે છે. રાબિયાતુની વય લગભગ 70 વર્ષ છે. તેઓ આ વાત કહેતાં સ્મિત કરે છે. મહમૂદ અને રાબિયાતુને 13 બાળકો છે. રાબિયાતુ તેમના પતિનાં વખાણ કરતાં જણાવે છે કે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેઓ શાંત રહે છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
