<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

ક્રેડિટ કાર્ડ જેટલી ૩.૧૧ ઇંચ પહોળી જીભ

અમેરિકાના ટેક્‍સસમાં રહેતી બ્રિટની લેકાયોએ એ માટેનો ગિનેસ રેકૉર્ડ તોડ્‍યો છે

ન્‍યુયોર્ક, તા.૧૯: આ વાંચીને ઘણા લોકો પોતાની જીભ માપવા મંડશે. ઘણાની જીભ ‘લાંબી' હશે, પણ ક્રેડિટ કાર્ડ જેટલી એટલે કે ૩.૧૧ ઇંચ જેટલી પહોળી તો નહીં જ હોય. અમેરિકાના ટેક્‍સસમાં રહેતી બ્રિટની લૅકાયોએ એ માટેનો ગિનેસ રેકૉર્ડ તોડ્‍યો છે. ૧૦ વર્ષ પહેલાં અમેરિકાની મહિલાએ વિશ્વમાં સૌથી પહોળી જીભનો વિક્રમ કર્યો હતો. ક્રેડિટ કાર્ડથી પણ પહોળી જીભ હોવાનું ગિનેસે જ કહ્યું છે. ૧૦ વર્ષ પહેલાં અમેરિકાની એ સમયે કિશોર વયની એમિલી શ્‍લેન્‍કરે ૭.૩૩ સેમી (૨.૮૯ ઇંચ) પહોળી જીભ હોવાનો રેકૉર્ડ કર્યો હતો. USમાં વકીલાત કરતી બ્રિટનીને પહોળી જીભ હોવાથી પરિવારના સભ્‍યો મશ્‍કરી કરતા હતા, પરંતુ તેની મિત્રે એમિલીની વાત કરીને જીભ મપાવવા પ્રોત્‍સાહન આપ્‍યું હતું

(3:47 PM IST)