<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

પાકિસ્તાનમાં પૂરના કારણોસર બાળકીઓની જિંદગી બની નર્ક

નવી દિલ્હી:  પાડોશી દેશ પાકિસ્તાનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેણે આખી દુનિયાને વિચારવા મજબૂર કરી દીધી છે. પાકિસ્તાનમાં અત્યારે મોન્સુન દુલ્હનની ખૂબ ચર્ચા થઈ રહી છે. તમે પણ વિચારતા હશો કે, આ કેવા લગ્ન છે, પરંતુ આ સત્ય હકીકત છે કે, હાલમાં પાકિસ્તાનમાં મોન્સુન દુલ્હનનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપી વધી રહ્યો છે. ચાલો આખી ઘટનાને સમજીએ. પાકિસ્તાનમાં આવેલા પૂર અને તે પછી આવેલી ગરીબીને કારણે પરિવારો પોતાની જ દીકરીઓને વેચી રહ્યા છે. એએફપીના એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં પૂર પછી પરિવારને બચાવવા માટે એક માતા-પિતાએ તેમની 14 વર્ષની શમિલા અને તેની 13 વર્ષની બહેન અમીનાને 2 લાખ પાકિસ્તાની રૂપિયામાં વેચી દીધી અને તેમની ઉંમર કરતાં બમણી ઉંમરના પુરુષો સાથે લગ્ન કરાવ્યા. લગ્ન વિશે વાત કરતાં શમિલાએ કહ્યું, "હું લગ્ન કરીને ખુશ હતી. મેં વિચાર્યું કે મારું જીવન વધુ સારું રહેશે. હવે હું આરામદાયક જીવન જીવી શકીશ. પણ હવે મને સમજાયું કે એવું નથી. મને પહેલાં બહુ નહોતું મળતુ, અને મને ડર છે કે, જો વરસાદ ચાલુ રહેશે, તો મારું જીવન વધુ ખરાબ થઈ જશે." પાકિસ્તાનના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. પરંતુ પૂરના કારણે બધું બરબાદ થઈ ગયું છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલતી ચોમાસાની સિઝન કે, જે લાખો ખેડૂતોની આજીવિકાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ ગણાય છે, પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે લાંબો અને ભારે વરસાદથી ભૂસ્ખલન, પૂર અને પાક નિષ્ફળ થયો છે. 2022ના પૂરથી સિંધ સહિત અનેક ગામો નાશ પામ્યા છે.

 

(4:28 PM IST)