<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

યુક્રેન પાવર પ્લાન્ટ પર હુમલો કરવાની વાતને લઈને રશિયાએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: રશિયાને ડર છે કે યુક્રેન તેના કુર્સ્ક અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરી શકે છે. આ દરમિયાન યુક્રેન વોરહેડ રેડિયોએક્ટિવ હોય તેવા હથિયારોનો ઉપયોગ કરવાની સામે રશિયાને ભારે ડર સતાવી રહ્યો છે. જો આવા હથિયારનો ઉપયોગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ પર થશે તો તે ભયંકર વિનાશ સર્જાય શકે છે. રશિયાના ડિફેન્સ અધિકારીએ કહ્યું હતું કે, 'રશિયન સુરક્ષા અધિકારીઓની જાણકારી પ્રમાણે યુક્રેનના ડેનેપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં આવેલા ઝોલ્ટિયે વોડી સુધી આ હથિયાર પહોંચી ગયાં છે.' ખાર્કોવ વિસ્તારમાં મિલિટરી-સિવિલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, 'યુક્રેન રશિયન પરમાણુ કેન્દ્રને ઉડાવી શકે છે.'
બીજી તરફ, યુક્રેને દાવો કર્યો છે કે રશિયનો સેલ્ફ ફાયરિંગ કરીને સમગ્ર મામલો વધારશે. જ્યારે રશિયાએ દાવો કર્યો છે કે, આ જાણકારી પકડાયેલા યુક્રેનિયન યુદ્ધ કેદીઓ પાસેથી મળી છે. યુક્રેન દ્વારા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનું પ્લાનિંગ પશ્ચિમી દેશોનું છે. જેમાં બ્રિટન મુખ્યસ્થાને જોડાયેલું છે. પ્રો-રશિયન નેતા સર્ગેઈ લેબેદેવે કહ્યું હતું કે, 'હુમલાનું લાઈવ કવરેજ કરવા માટે ઘણા પશ્ચિમી દેશોના મીડિયા કર્મચારીઓ સુમી અને ઝાપોરિઝિયા વિસ્તારમાં પહોંચી ગયા છે.'મળતી માહિતી પ્રણાણે, આ બધા વચ્ચે યુક્રેન હવે ડર્ટી બોમ્બનો ઉપયોગ કુર્સ્ક અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કરે તેવી શક્યતા છે. ડર્ટી બોમ્બ એટલે એક એવું હથિયાર જેમાં રેડિયોએક્ટિવ પદાર્થો હોય છે પરંતુ તે સંપૂર્ણપણે પરમાણુ બોમ્બ હોતો નથી.

(4:29 PM IST)