News of Wednesday, 21st August 2024
આ તો ગજબ થયું: ચીનમાં હવે કાર પણ થવા લાગી પ્રેગનેન્ટ?
વધતા તાપમાનને કારણે, કાર પર લગાવેલી પ્રોટેક્ટિવ ફિલ્મ નીકળી ગઈ અને તે ફૂલી ગઈ, જેના કારણે તે જાણે કાર ગર્ભવતી છે એવું દેખાઈ રહ્યું છે

બીજીંગ,તા. ૨૧: આપણા પાડોશી દેશ ચીનમાં ટેકનોલોજિ એટલી બધી આગળ વધી ગઈ છે કે ત્યાં અવાર નવાર પ્રયોગો થતાં જ હોય છે, પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચીનમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા છે અને આ કેવી રીતે શક્ય છે તેમ પણ કહી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કારની બોડી જાણે ફૂલી ગઈ છે અને કાર પ્રેગનેન્ટ છે એવું લોકો કહી રહ્યા છે.
ખરેખર તો ચીનમાં ભારે હીટવેવને કારણે તાપમાન ખૂબ જ વધી ગયું છે. આ ગરમીની અસર ત્યાંના લોકોને જ નહીં પણ રસ્તા પર પાર્ક કરેલી કાર પર પણ થઈ રહી છે. ચીનમાં બલૂનિંગ કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, અને તે વાયરલ થયો હતો. આ વીડિયોને જોઈને નેટીઝન્સ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે અને આ કાર ‘ગર્ભવતીે દેખાઈ રહી છે એવું કહી રહ્યા છે. વધતા તાપમાનને કારણે, કાર પર લગાવેલી પ્રોટેક્ટિવ ફિલ્મ નીકળી ગઈ અને તે ફૂલી ગઈ, જેના કારણે તે જાણે કાર ગર્ભવતી છે એવું દેખાઈ રહ્યું છે. આ વીડિયો સાથે લખવામાં આવ્યું હતું કે કોઈ મજાક નહીં! મેડ-ઇન-ચાઇના કાર જયારે ખૂબ ગરમ હોય ત્યારે કાર પ્રેગનેન્ટ થઈ જાય છે,ે. આ પોસ્ટ હ્ પર વાયરલ થઈ છે જેને ૩૫૭.૨K થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
વીડિયો પર પ્રતિક્રિયા આપતા, કેટલાક યુઝર્સે કહ્યું કે બ્લો-અપ પાર્ટ્સ મોટે ભાગે આફટરમાર્કેટ (કારન વેચાણ બાદની પ્રક્રિયા) પ્રોટેક્ટિવ રેપ્સ હોય છે અને તેને ચાઈના મેડ કાર સાથે કોઈ લેવાદેવા નથી. મજાક તમારા પર છે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે આ આફટરમાર્કેટ રેપ્સ છે. સસ્તી એડહેસિવ ઓફ-ગેસિંગ? કલ્પના કરો કે જયારે તમે સૂર્યપ્રકાશ જુઓ છો ત્યારે તમે ચાઇનીઝમાંથી ખરીદેલી સામગ્રીમાંથી શું ઝેરી વસ્તુ આવે છે, હા, હું તેને પોપ કરવા માંગતો નથી; તમને ખબર નથી કે તેની અંદર રાસાયણિક વાયુઓ છે કે નહીં, ખરાબ પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ રેપિંગ. લપેટીમાંના બબલ્સ જયારે તે ખૂબ ગરમ થાય છે ત્યારે તે વિસ્તરે છે, પરંતુ કોઈ વિચાર છે કે કટોકટીના કિસ્સામાં આ ફૂલેલા કારના આવરણોને કેવી રીતે ડિફલેટ કરવું?
ખરેખર તો આવું થવા પાછળનું કારણ એમ છે કે કારની બોડી પર એક પ્રોટેકશન લેયર લગાવવામાં આવે છે. આ લેયર કારના અંદરના પાર્ટને ગરમીથી બચાવે છે, પણ ચીનમાં ગરમી આટલી બધી વધી ગઈ છે કે આ લેયર પણ ગરમીને સહન નથી કરી શકતી. અતિશય ગરમીથી આ લેયર ઓગળી જતાં કારનું પતરું ફૂલી જાય છે અને આ કાર જાણે પ્રેગનેન્ટ હોય એવું લાગે છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
