News of Wednesday, 21st August 2024
સ્કોટલેન્ડના સ્પેસ પોર્ટ પર ટેસ્ટ ફ્લાઇટ શરૂ થતા જ રોકેટ એન્જીન ફાટી ગયું

નવી દિલ્હી: સ્કોટલેન્ડ સ્થિત એક્ષા-વોર્ડ સ્પેસ સ્ટેશન ઉપરથી અંતરિક્ષ તરફ મોકલવા ધારેલું રોકેટ સોમવારે ફ્લાઈટ શરૂ થઇ ત્યાં જ ફાટી ગયું હતું.
આ અંગે બીબીસીએ જણાવ્યું હતું કે સ્કોટલેન્ડની છેક ઉત્તરે આવેલ રોટલેન્ડ દ્વિપ સમુહ પરનાં સેક્સાવર્ડ એસ સેન્ટર ઉપરથી આ રોકેટ ઉપડયું ત્યાં જ તેનું એન્જિન ફાટી જતાં પ્રયોગ નિષ્ફળ ગયો હતો. આ રોકેટ એન્જિન ફાટતાં તેમાંથી આગના ભડકા નીકળ્યા હતા અને ધૂમાડાના ગોટા ઉડયા હતા. પરંતુ તે વિસ્તારમાંથી લોકોને પહેલેથી જ દૂર કરાયા હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી કે કોઇને ઇજા પણ થવાની સંભાવના ન હતી. તેમ ઇંગ્લેન્ડ સેક્સાવર્ડ સ્પેસ સેન્ટરે તેમજ તેની સાતે સહકારથી કામ કરી કરેલી જર્મનીની રોકેટ ફેક્ટરી ઓગમ બર્ગે (આરએફએ) એ જણાવ્યું હતું.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
