News of Wednesday, 21st August 2024
પાકિસ્તાન પર આતંકવાદીઓએ કેટલાક વિસ્તારો પર કબ્જો કર્યો

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન 'તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન' (TTP) એ પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો છે. TTP અને લશ્કર-એ-ઈસ્લામ (LI)ના સશસ્ત્ર આતંકવાદીઓએ દેશના ઉત્તરીય રાજ્ય ખૈબર પખ્તુનખ્વાની તિરાહ ખીણમાં કબજો જમાવ્યો છે. આતંકીઓના કબજાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, 'ટીટીપી અને એલઆઈના ફરી સક્રિય થવાથી ખીણમાં ખતરો વધી ગયો છે. જેથી સ્થાનિક રહેવાસીઓએ અધિકારીઓને સુરક્ષા માટે અપીલ કરી છે.' જો કે, પાકિસ્તાન સરકાર તરફથી અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. કબજે કરાયેલા વિસ્તારના લોકોએ જણાવ્યું કે, "શાલોબરના કંબરખેલ, આદમખેલ, લંડાવર અને થિરાઈ વિસ્તારમાં આતંકીઓ હાજર છે. આ સિવાય પીર મેળા અને ભૂતાન શરીફ વિસ્તારમાં પણ આતંકીઓ સક્રિય છે. હાલમાં તેઓ મુખ્ય માર્ગો અને બજારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા નથી."
પીર મેળા વિસ્તારમાં આતંકવાદીઓ મુક્તપણે ફરતા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો પર કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું છે. પશ્તો ભાષામાં સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાલોબર અને પીર થરી વિસ્તાર પર આતંકવાદીઓએ સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યો છે. આ મામલામાં સૌથી રસપ્રદ વાત એ છે કે સામાન્ય રીતે સુરક્ષા દળો સ્થાનિક ચેકપોસ્ટ પર સામાન્ય લોકોની તપાસ કરે છે, પરંતુ આતંકવાદીઓ તેમના વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે સુરક્ષા દળો અને પોલીસ અધિકારીઓ ક્ષેત્ર છોડીને ભાગી ગયા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
