<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

બોલો, નસબંધી કરાવ્‍યા પછી પણ પાંચમા સંતાનનો પિતા બન્‍યો

આ વિચિત્ર ઘટના રશિયામાં બની છે. ૨૦૨૨માં નસબંધીનું ઓપરેશન કરાવ્‍યા પછી એક વર્ષમાં જ યુવાન પાંચમા સંતાનનો પિતા બન્‍યો હતો. ૪૫ વર્ષના મેક્‍સિમને ત્‍યાં ૨૦૨૨માં ચોથું સંતાન જન્‍મ્‍યું એ પછી તેણે નસબંધી કરાવવાનો વિચાર કર્યો અને મેક્‍સિમે લોકલ મેડિકલ ક્‍લિનિકમાં ઓપરેશન કરાવ્‍યું. એ માટે તેણે ૩૩૦ ડોલર પણ ચૂકવ્‍યા. ૨૦૨૩ની શરૂઆત સુધી તો કોઈ સમસ્‍યા ન નડી, પરંતુ પત્‍નીને ફરીથી સારા દિવસો શરૂ થયા એની સાથે મેક્‍સિમના માઠા દિવસો શરૂ થઈ ગયા. બન્ને ચોંકી ગયાં. ફરીથી પ્રેગ્નન્‍સી ટેસ્‍ટ કરાવી, પણ પરિણામ બધામાં સરખું જ આવ્‍યું. પછી મેક્‍સિમે નસબંધીનું ઓપરેશન કરાવ્‍યું હતું ત્‍યાં વાત કરીને તેણે પિતૃત્‍વ પરીક્ષણ અને શુક્રાણુ પરીક્ષણ કરાવ્‍યું. એમાં પણ ખુશખબર મળ્‍યા કે તે પિતા બનવા સક્ષમ છે. ક્‍લિનિકે ‘ચિકિત્‍સા ચમત્‍કાર'કહીને હાથ અધ્‍ધર કરી દીધા, પરંતુ મેક્‍સિમ હવે ક્‍લિનિક સામે કેસ કરવા માટે વકીલની સલાહ લઈ રહ્યો છે.

(10:00 AM IST)