<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

પાકિસ્‍તાનની સંસદમાં ઉંદરોના ત્રાસથી છૂટવા શિકારી બિલાડીઓ ‘તહેનાત' કરવામાં આવશે

ત્રાસવાદી ઉંદરોથી ત્રસ્‍ત થઈને પાકિસ્‍તાનની સરકારે શિકારી બિલાડીઓને ‘ખડેપગે તહેનાત' કરવાનો નિર્ણય લેવો પડ્‍યો છે

ઇસ્‍લામાબાદ, તા.૨૨: પાકિસ્‍તાન ઉંદરોના ત્રાસવાદથી પણ ત્રસ્‍ત છે. એક બાજુ આર્થિક તંગીને કારણે દેશ ચીંથરેહાલ છે ત્‍યારે સંસદમાં ઉંદરો મહત્ત્વની ઘણીબધી ફાઇલો કાતરી ગયા છે. કેટલીક તો પાછી ગુપ્ત ફાઇલો પણ હતી. સેનેટ અને નૅશનલ ઍસેમ્‍બલીમાં મૂકેલાં કમ્‍પ્‍યુટરના વાયરો પણ ઉંદરો કાપી નાખે છે. ત્રાસવાદી ઉંદરોથી ત્રસ્‍ત થઈને પાકિસ્‍તાનની સરકારે શિકારી બિલાડીઓને ‘ખડેપગે તહેનાત' કરવાનો નિર્ણય લેવો પડ્‍યો છે. આ માટે પાકિસ્‍તાનની કૅપિટલ ડેવલપમેન્‍ટ ઓથોરિટીએ ૧૨ લાખ રૂપિયાનું બજેટ પણ ફાળવ્‍યું છે. ઉંદરોનો ત્રાસવાદ ખતમ કરવા માટે પ્રાઇવેટ એક્‍સપર્ટની મદદ પણ લેવાશે અને ઉંદરો પકડવા માટે ખાસ પ્રકારનું માઉસટ્રૅપ પણ લગાવવામાં આવશે. એક સરકારી બેઠકમાં ૨૦૦૮ની બેઠકોનો રેકૉર્ડ જોવા માટે ફાઇલો મગાવાઈ ત્‍યારે ઉંદરિયા ત્રાસવાદની જાણ થઈ હતી. મજાની વાત તો એ છે કે સંસદના પહેલા માળે વિપક્ષી નેતાની ઑફિસ છે અને ઉંદરોની સંખ્‍યા પણ ત્‍યાં જ વધુ છે. ઉંદરોથી મુક્‍તિ મેળવવા માટે પાકિસ્‍તાનનાં અખબારોમાં જાહેરાતો પણ અપાઈ હતી

(4:15 PM IST)