<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

મોટા ભાગના ચેપી રોગો જાણો શુકામ આફ્રિકા સહીત એશિયામાંથી ફેલાય છે

નવી દિલ્હી: કોવિડ-19 વાયરસના ખતરામાંથી દુનિયા માંડ બહાર આવી છે ત્યાં એક નવા વાયરસનું આગમન થયું છે. આ વાયરસનું નામ એમપોક્સ(Mpox) એટલે કે ‘મંકી પોક્સ’ છે. ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન - WHO)એ આ વાયરસ આપત્તિને 'ગ્રેડ 3 ઇમરજન્સી' તરીકે વર્ગીકૃત કરી, એટલે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં એના 27,000થી વધુ કેસ નોંધાયા છે અને 1100થી વધુ મૃત્યુ નોંધાયા છે. આફ્રિકામાં શરુ થયેલો આ વાયરસ કોંગો, રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યા જેવા આફ્રિકી દેશોમાં ફેલાયો અને હવે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન સુધી પહોંચી ગયો છે. આ પ્રકારના મહામારી સર્જતા વાયરસ મોટેભાગે આફ્રિકા અને એશિયા એ બે ખંડમાંથી જ ઉદ્ભવ પામે છે. મંકીપોક્સ અને કોરોના ઉપરાંત ‘ઝિકા’ અને ‘ઇબોલા’ જેવા રોગો પણ સૌપ્રથમ આફ્રિકા અથવા એશિયામાં જ દેખાયા હતા. એવું કેમ? ચાલો, જાણી એના કારણો. કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, હિપેટાઇટીસ બી સી અને ઈ, મંકી પોક્સ, એન્થ્રેક્સ, એવિયન ઇન્ફલ્યુએન્ઝા, ક્રિમિઅન કોંગો હેમોરહેજિક ફીવર, રિફ્ટ વેલી ફીવર, યલો ફીવર અને ઝિકા વાયરસ જેવા ડરામણા રોગોની શરુઆત આફ્રિકામાં થઈ હતી. ‘જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) વાયરસ’, ‘બ્લેક ડેથ’ અને ‘બરમાહ ફોરેસ્ટ વાયરસ’ જેવી બિમારીઓ એશિયામાં ઉદ્ભવી હતી. એશિયામાં પણ સૌથી વધુ નવા રોગચાળા ચીનમાં જ ઉદ્ભવ્યા છે. ચીને દુનિયાને ‘સાર્સ’, ‘એશિયન ફ્લુ’ અને ‘કોરોના વાયરસ’ની ભેટ આપી છે.

 

(7:26 PM IST)