<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ઓએમજી......આ જાતિમાં ભણતર પર છે પ્રતિબંધ

નવી દિલ્હી:  દુનિયાના પ્રત્યેક ખૂણામાં વસતા આદિવાસીઓના આગવા રીતરિવાજ અને રહેણીકહેણી હોય છે. એવો જ એક આદિવાસી સમાજ ઇન્ડોનેશિયામાં છે, જેના નિયમો હેરત પમાડે એવા છે. ચાલો, ઉપડીએ એ વિશિષ્ટ આદિવાસી સમુદાયની મુલાકાતે.
વાત છે બદુય આદિવાસીઓની જે ઇન્ડોનેશિયાના બૅન્ટેન વિસ્તારના પહાડી જંગલોમાં વસે છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી 120 કિમી દૂર માત્ર 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બદુય આદિવાસીઓના છૂટાછવાયા ગામડાં વસેલા છે, જેમાં પ્રવેશ કરવો મારા-તમારા સૌના માટે મુશ્કેલ છે. 2010ની વસ્તીગણતરી પ્રમાણે બદુય લોકોની સંખ્યા ફક્ત 11,620 જેટલી છે.
- મોટાભાગના બદુય અભણ છે, કેમ કે અહીં બાળકોને શિક્ષણ આપવું પ્રતિબંધિત છે.
- એમના ગામડામાં કોઈપણ પ્રકારના વાહનો ચલાવી શકાતા નથી.
- ગામમાં કોઈપણ વ્યક્તિ જૂતાં/શૂઝ પહેરતી નથી.
- કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ પ્રતિબંધિત છે.
- આધુનિક વસ્ત્રોને મંજૂરી નથી. ફક્ત હાથથી વણાયેલા કાળા અથવા સફેદ રંગનું કાપડ જ શરીર પર ઓઢી/પહેરી શકાય છે.
- વાળ કાપવાની મનાઈ છે.
- ફૂલોનો શણગાર કરવાની અને અત્તર લગાવવાની મનાઈ છે.
- સોનું અને ચાંદીનો ઉપયોગ કરી શકાતો નથી.
- પૈસાને સ્પર્શ પણ કરવો નહીં.

 

(6:22 PM IST)