<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રોજનો ખર્ચ ૧૨૦ રૂપિયાથી ઓછો રાખી જાપાનની ૩૪ વર્ષની મહિલાએ ૧૫ વર્ષમાં ત્રણ ઘર ખરીદી લીધાં

૨૭ વર્ષની ઉંમરે તેણે ૬૧ લાખ રૂપિયાનું પહેલું ઘર અને ૨૯ વર્ષની ઉંમરે ૧.૧ કરોડ રૂપિયાનું બીજું ઘર ખરીદ્યું હતું

ટોક્‍યો,તા. ૩૦: જાપાનમાં ૩૪ વર્ષની સાકી તમોગામી નામની મહિલાએ ૧૯ વર્ષની ઉંમરથી રોજનો ખર્ચ ૧૨૦ રૂપિયાથી વધારે કરવો નહીં એવું સાદું જીવન અપનાવીને માત્ર ૧૫ વર્ષમાં જ ૩૪ વર્ષની ઉંમર સુધીમાં પહોંચતાં ત્રણ ઘર ખરીદી લીધાં હતાં. તેણે બિલાડીઓ માટે તેના ત્રીજા ઘરમાં તેનું ડ્રીમ કેટ કેફે પણ શરૂ કરી દીધું છે. જોકે હજી પણ તે ખર્ચમાં કાબૂ રાખી રહી છે અને ઘરનાં ભાડાંમાંથી મળતી આવક અને પગારમાંથી વધારે ઘર ખરીદવાની યોજના રાખે છે. જપાનમાં તેની ઓળખ હવે સૌથી વધુ બચત કરનારી છોકરી તરીકે થઈ રહી છે. ૧૯ વર્ષની ઉંમરે તેણે એક રિયલ એસ્‍ટેટ ફર્મમાં નોકરી શરૂ કરી હતી અને ત્‍યારથી જ તેણે રોજ ખર્ચ પર કાબૂ રાખવાનું શરૂ કર્યું હતું. તેણે ત્‍યારે જ નક્કી કર્યું હતું કે તે ૩૪ વર્ષની ઉંમરે પહોંચતાં ત્રણ પ્રોપર્ટી ખરીદશે. તે રોજ ઘરે જ જમવાનું બનાવે છે અને એનું રોજનું બજેટ ૨૦૦ યેન (આશરે ૧૨૦ રૂપિયા) જેટલું જ છે. તે ટોસ્‍ટ, ઉડોન નૂડલ્‍સ અને ડિસ્‍કાઉન્‍ટમાં મળતા મૂળા જેવા સસ્‍તા ભોજન પર નિર્ભર રહે છે. આમ કરીને તેણે ઘર ખરીદવા માટે રકમ એકઠી કરી હતી. તે નવાં કપડાં પણ ખરીદતી નહોતી અને મિત્રો કે પરિવારજનોએ આપેલાં કપડાં ચલાવી લેતી. ફેંકી દેવાયેલા ફર્નિચરને તે ઉપયોગમાં લેતી હતી. તેના વાળ લાંબા થઈ ગયા હતા ત્‍યારે તેણે ૩૧૦૦ યેન (આશરે ૧૮૦૦ રૂપિયા)માં વેચી દીધા હતા અને આમ તેનો ૧૫ દિવસનો ખર્ચ નીકળી ગયો હતો. ૨૭ વર્ષની ઉંમરે તેણે ૬૧ લાખ રૂપિયાનું પહેલું ઘર અને ૨૯ વર્ષની ઉંમરે ૧.૧ કરોડ રૂપિયાનું બીજું ઘર ખરીદ્યું હતું. ત્‍યાર બાદ ૨૦૧૯માં તે ૩૪ વર્ષની થઈ ત્‍યારે તેણે ૨.૩ કરોડ રૂપિયાની કિંમતનું ત્રીજું ઘર ખરીદી લીધું હતું. (

(9:50 AM IST)