તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
એવી જગ્યા જ્યાં કપડાં કાઢી જવું ફરજિયાત, ન્યૂડ લોકોને મળે છે એન્ટ્રી
આ સ્થળે એક્ઝિબિશન યોજવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે

પેરિસ, તા.૩૦: આ દુનિયામાં ઘણી વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટનાઓ બને છે, વાત બસ એટલી જ છે કે દરેક લોકોને તેના વિશે ખબર નથી હોતી. ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ, અજીબોગરીબ વસ્તુઓ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકોને કપડાં ઉતારીને જવું પડે છે.
દુનિયાની એક એવી જગ્યા છે જ્યાં કપડાં પહેરેલા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. એટલું જ નહીં, આ સ્થળે એક્ઝિબિશન પણ યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.
આ જગ્યા ફ્રાન્સમાં આવેલી છે, અહીં એક ખાસ મ્યુઝિયમ છે જ્યાં હવેથી ડિસેમ્બર સુધી દર મહિને માત્ર એક દિવસ એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. અહીં વિચિત્ર સ્થિતિ એ છે કે તમે ન્યુડ એટલે કે નગ્ન થઈને આવશો તો જ તમને મ્યુઝિયમમાં પ્રવેશ મળશે, નહીં તો તમને અંદર જવા દેવામાં આવશે નહીં.
એક્ઝિબિશનમાં આવતા લોકો ફક્ત કાદવથી બચવા માટે અને લાકડાના ફ્લોર પર ચાલવા માટે ફક્ત જૂતા પહેરી શકે છે. આ મ્યુઝિયમ ફ્રેન્ચ શહેર માર્સેલીમાં છે, જે માર્સેલી મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. આ મ્યુઝિયમ યુરોપમાં પ્રાકળતિકતાના ઇતિહાસને બતાવવા માટે બનાવવામાં આવ્યું છે. એટલે કે તેનો હેતુ કુદરતને પ્રોત્સાહન આપવાનો છે.
દુનિયામાં ઘણા એવા સમુદાય છે જે ન્યૂડ રહેવાનું પસંદ કરે છે. ઘણા પ્રાચીન સમુદાયો અને કેટલાક આધુનિક સમુદાયો પણ આ પ્રકારની વિચારસરણી સાથે જીવી રહ્યા છે. આવા લોકો માટે ફ્રાન્સના આ મ્યુઝિયમને લીડ ટુરિસ્ટ સ્પોટ માનવામાં આવે છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
