તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
વિશ્વની પ્રથમ હિજાબ પહેરેલી મિસ વર્લ્ડ એઆઈ

નવી દિલ્હી: મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ પેજન્ટ તો વર્ષોથી યોજાય છે પરંતુ વિશ્વમાં પ્રથમવાર જુલાઇ મિસ એઆઇની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૫૦૦ જેટલી એઆઇ મોડેલ્સે ભાગ લીધો હતો. સ્ટાઇલિશ એઆઇ મોડેલ્સની ટોપ ટેન સ્પર્ધામાં ભારતની ફર્સ્ટ એઆઇએ જારા શતાવરીએ સ્થાન મેળવ્યું હતું. જો કે તે વિશ્વ મંચ પર મિસ વર્લ્ડનો તાજથી ચુકી ગઇ હતી. આ ખિતાબ હિજાબવાલી એઆઇ સુંદરી મૉડેલ કેન્ઝી લેલીએ મિસ એઆઇનું ટાઇટલ જીત્યું હતું. જેની ખૂબસુરતી જોઇને તે અસલી છે કે નકલી તે પારખવું મુશ્કેલ બને છે. ૪૦ વર્ષની મિરિયમ બેસ્સા દ્વારા આ એઆઇ સુંદરી તૈયાર કરવામાં આવી હતી. કેન્ઝીની તસ્વીરોને લોકો ખૂબ પસંદ કરવા લાગ્યા છે. કેન્ઝીનો અંદાજ સોનેરી બોડી ફિટેડ ગ્રાઉન્ડમાં ખૂબજ સરસ લાગે છે. સોનરી ગાઉન સાથે નેટનો દુપટ્ટો ઓઢેલો છે. કેન્ઝી બે જુદા જુદા પ્રકારના લૂકમાં પણ જણાતી હતી. બ્લેક બૈલુન સ્ટાઇલ સ્લીવ્સ શર્ટ સાથે ફલાવર પેટર્ન સ્કર્ટ પહેર્યુ હતું જેના પર બ્લેક,વાઇટ અને બ્રાઉન શેડના ફૂલ બનેલા હતા. કેન્ઝીના જુદા જુદા અંદાજમાં જણાતી માસુમિયત ભરેલી ખૂબસુરતીએ જ તેને મિસ વર્લ્ડ એઆઇનો ખિતાબ અપાવ્યો છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
