<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

૨૦૨૫માં ઓસ્‍ટ્રેલિયા વિદેશના ૨.૭ લાખ સ્‍ટુડન્‍ટસને જ ભણવા માટે એન્‍ટ્રી આપશે

સીડની, તા.૩૧: ઑસ્‍ટ્રેલિયાએ ૨૦૨૫માં વિદેશના માત્ર ૨.૭ લાખ સ્‍ટુડન્‍ટ્‍સને જ એન્‍ટ્રી આપવાનો નિર્ણય લીધો છે જેને કારણે ભારતથી ઑસ્‍ટ્રેલિયા ભણવા જનારા સ્‍ટુડન્‍ટ્‍સને એની અસર થશે. ખાસ કરીને પંજાબથી વધારે સ્‍ટુડન્‍ટ્‍સ ઑસ્‍ટ્રેલિયા ભણવા જતા હોય છે. ઑસ્‍ટ્રેલિયાના શિક્ષણપ્રધાન જેસન ક્‍લેરે જણાવ્‍યું હતું કે ‘છેલ્લાં થોડાં વર્ષોમાં ઑસ્‍ટ્રેલિયામાં આવનારા ઇમિગ્રન્‍ટ્‍સની સંખ્‍યા વધી હોવાથી ઑસ્‍ટ્રેલિયાની હાઉસિંગ ઇન્‍ડસ્‍ટ્રીને અસર પડી છે. વધુ સંખ્‍યામાં વિદેશીઓ આ દેશમાં આવી રહ્યા હોવાથી ઘરનાં ભાડાં વધી રહ્યાં છે અને એથી હાયર એજ્‍યુકેશન અને પ્રોફેશનલ કોર્સમાં સ્‍ટુડન્‍ટ્‍સની સંખ્‍યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

૨૦૨૨માં ઑસ્‍ટ્રેલિયાએ ૫.૧૦ લાખ વિદેશી સ્‍ટુડન્‍ટ્‍સને એન્‍ટ્રી આપી હતી. જોકે ૨૦૨૩માં આ સંખ્‍યા ઘટાડીને ૩.૭૫ લાખ કરાઈ હતી અને હવે ૨૦૨૫ માટે આ સંખ્‍યા ઘટાડીને ૨.૭ લાખ કરી દેવાઈ છે. સરકાર હવે દેશ પ્રમાણેના ક્‍વોટા જાહેર કરશે. આમ તમામ વિદેશી સ્‍ટુડન્‍ટ્‍સને અસર પડશે.

(3:44 PM IST)