<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ઈઝરાયલમાં 5 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગાઝા પટ્ટીમાં 6 બંધકોના મૃતદેહો મળ્યા બાદ ઈઝરાયલના લોકો રોષે ભરાયા છે. તેના વિરોધમાં ઈઝરાયલમાં હજારો લોકોએ રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલ અવીવમાં રવિવાર સાંજે લાખો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેથી ઈઝરાયલ પર ઈરાન-હમાસ ઉપરાંત અંદરના લોકો તરફથી પણ તણાવ વધ્યો છે. ઈઝરાયલના લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર હમાસમા બંધક બનાવેલા લોકોને છોડાવવા માટે કોઈ યોગ્ય પગલાં લીધા ન હોવાનો આરોપ મૂક્યો છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, દક્ષિણી ગાઝાના રાફામાં શનિવારે છ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં એક અમેરિકન નાગરિક પણ સામેલ હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં 3 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. લોકોએ છ મૃતદેહોના પ્રતિક તરીકે 6 કોફિન રાખ્યા હતાં. વડાપ્રધાન નેતન્યાહુના ઘરની બહાર પણ હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાંચ લાખથી વધુ લોકો એકઠા થયા હતા. ઇઝરાયેલના લોકોએ પીએમ બેન્જામિન નેતન્યાહુ પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો. વિરોધીઓ યુદ્ધવિરામ અને બાકીના બંધકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. જો આ સમજૂતી થઈ હોત તો બંધકોને મુક્ત કરી શકાયા હોત, પરંતુ નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી.

(6:10 PM IST)