<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ચીનના જહાજે ફરીથી ફિલિપીન જહાજને ટક્કર મારી હોવાનો આક્ષેપ

નવી દિલ્હી: દક્ષિણ ચીન સમુદ્રના પૂર્વ છેડે આવેલા ફિલિપાઇન્સના જહાજને ચીનનાં જહાજે ટક્કર મારતાં ફિલિપાઇન્સે વાંધો ઉઠાવ્યા પછી ચીને સામો આક્ષેપ કર્યો છે કે તમારા જહાજે અમારા જહાજને ટક્કર મારી છે. આમ એકબીજા ઉપર સામસામી આક્ષેપબાજી થઈ રહી છે. આ પૂર્વે જાપાને પણ ચીનનાં દૂતાવાસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે ચીનનાં સર્વેશિપે જાપાનનાં કાગોશિયા પ્રીફેકચર પાસેના જળ વિસ્તારમાં શનિવારે સવારે ૬ વાગે પ્રવેશ કર્યો હતો, અને તે ત્યાં સવારના ૮ વાગ્યા સુધી રહ્યું હતું.

આજે પ્રાપ્ય માહિતી પ્રમાણે ચીનના કોસ્ટગાર્ડના પ્રવકતા લીઊ દે જૂને કહ્યું હતું કે, શનિવારે બપોરે ૧૨.૦૬ મિનિટે ફિલિપાઇન્સનાં જહાજ નં. ૯૭૦૧, ચીનનાં જહાજ નં. ૫૨૦૫ સાથે અથડાયું હતું. આ સામે ફીલિપાઇન્સના કોસ્ટગાર્ડના પ્રવકતાએ કહ્યું હતું કે, 'અમારૂં જહાજ જઈ રહ્યું હતું ત્યારે ચીનનાં કોસ્ટગાર્ડનું જહાજ જાણી જોઈને ત્રણ વખત અમારા જહાજ સાથે અથડાયું હતું.'

(6:10 PM IST)