<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મંકિપોક્સના કારણોસર આ જગ્યા પર મૃતક આંકમાં થયો વધારો

નવી દિલ્હી: યુનાટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (UNICEF)એ વિવિધ દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલ મંકીપોક્સના લીધે સતર્ક બન્યું છે. યુનિસેફે મંકીપોક્સ સામે રક્ષણ મેળવવા ઈમરજન્સી ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં ગાવી વેક્સિન અલાયન્સ, આફ્રિકા સીડીસી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે મળી સંકટગ્રસ્ત દેશોમાં મંકીપોક્સની વેક્સિન લગાવવા માટે જારી કરવામાં આવેલ ઈમરજન્સી ટેન્ડર હેઠળ કામ કરશે જેમાં જણાવ્યું છે કે, ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતાના આધારે 2025 સુધીમાં 12 મિલિયન વેક્સિનના ઉત્પાદન માટે કરારો થઈ શકે છે.

યુનિસેફ ટેન્ડર હેઠળ વેક્સિન નિર્માતાઓ સાથે મળી શરતી પુરવઠા કરાર સ્થાપિત કરશે. જે યુનિસેફને ધિરાણ, માંગ, તૈયારીઓ અને નિયમનકારી આવશ્યકતાઓની ખાતરી આપતાં વિલંબ કર્યા વિના વેક્સિન ખરીદવા અને મોકલવા માટે સક્ષમ બનાવશે. તેમાં વેક્સિન એલાયન્સ અને પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેમજ ગાવી, આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને WHOની સાથે મળી કામ કરશે. ઉચ્ચ આવક ધરાવતા દેશો હાલના ભંડારમાંથી વેક્સિનેશન માટે દાનની સુવિધા પ્રદાન કરશે.

(6:10 PM IST)