News of Tuesday, 3rd September 2024
ચીનના વુલીંગ પર્વત પરનું ફાનજીંગશાન મંદિર
૮૦૦૦ પગથિયા ચઢતા લાગે છે ૩ કલાક જેટલો સમય

દક્ષિણ પૂર્વ ચીનમાં વુલીંગ પર્વતનું સૌથી ઉંચુ શિખર રપ૭૦ મીટર એટલે કે ૮૪૩૦ ફુટ ઉંચુ છે. વુલીંગ પર્વતના પથરાળ શિખર પર પ્રાચીન બૌધ્ધ મંદિર આવેલ છે. જેમાં ભારે પવનોને રોકવા માટે લોખંડની લાદીઓ લગાવાયેલ છે. અવાસ્તવિક જેવું લાગતું આ મંદિર સુધી પહોંચવા માટે ૮૦૦૦ થી વધારે પગથીયા ચડવા પડે છે. જેમાં લગભગ ૪ કલાક જેટલો સમય લાગે છે.
ટોગરેન, ગુઇઝોઉ પ્રાંતમાં સ્થિત ફાનજીંગ શાન અથવા માઉન્ટ ફાજીંગ, ચિની બૌધ્ધ ધર્મના એક પવિત્ર પર્વત છે. ર૦૧૮માં તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બની ગયો હતો. ૧૯૭૮માં અહીં ફાનજીંગશાન રાષ્ટ્રીય નેચર રિઝર્વ સ્થાપિત કરાયો જેને ૧૯૮૬માં યુનેસ્કો બાયોસ્ફીયર રિઝર્વ નામ આપવામાં આવ્યું હતું.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
