<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

૮૦ ટકા કસ્‍ટમર સંબંધ માટે નથી આવતા, ફક્‍ત સમય પસાર કરવા માગે છે : એકલતા મીટાવવા માટે આવતાં હોય છે : ૧ કલાકના ૭૩,૦૦૦ રુપિયા લે છે કોલ ગર્લનો ઘટસ્‍ફોટ

એક એસ્‍કોર્ટ ગર્લે પોતાની પાસે આવતાં કસ્‍ટમરને લઈને ઘણો ચોંકાવનારો ખુલાસો

સીડની, તા.૬: પૈસા લઈને શરીર વેચતી હાઈ પ્રોફાઈલ કોલ ગર્લે ગ્રાહકોને લઈને એક મોટો ખુલાસો કર્યો છે જેના ખુલાસાએ આપણી ધારણા જ બદલી નાખી છે. લોકો કોલ ગર્લ સાથે શારીરિક સંબંધો બાંધવા આતુર હોય છે એવું પણ મનાતું હોય છે તેઓ ગ્રાહકોને તેમની ઈચ્‍છાનુસાર પૂર્ણ સંતોષ આપતી હોય છે પરંતુ તાજેતરમાં આનાથી તદ્દન ઉલટી વાત સામે આવી છે. ૨૯ વર્ષની ઓસ્‍ટ્રેલિયન એસ્‍કોર્ટ ગર્લ મિકી ડેનિયલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મિકીએ કહ્યું કે હવે મર્દોની રુચિ બદલાઈ છે, તેઓ હવે અલગ રીતે વિચારે છે, હંમેશા તક ઝડપી લેવાની ફિરાકમાં નથી રહેતા.

મિકી ડેનિયલ્‍સે કહ્યું કે હવે જ્‍યારે તે તેના ગ્રાહકો સાથે છે, ત્‍યારે મોટા ભાગના લોકો સેક્‍સની શોધમાં નથી. તેના બદલે, તેઓ ફક્‍ત તેની સાથે સમય પસાર કરવા માંગે છે, મિકીના જણાવ્‍યા અનુસાર આમાંના મોટાભાગના પુરુષો એકલતાનો શિકાર છે.

ડેનિયલ્‍સે કહ્યું, કોઈ પણ તેના પર વિશ્વાસ કરશે નહીં, પરંતુ મારા ૮૦ ટકા ક્‍લાયન્‍ટ્‍સ સંબંધ રાખવાનો ઈનકાર કરે છે, તેઓ ફક્‍ત તેમની વાત સાંભળવા માંગે છે. એસ્‍કોર્ટ સર્વિસ આપતી આ મહિલાએ એમ પણ કહ્યું કે મને નથી લાગતું કે તે તેની ગર્લફ્રેન્‍ડ સાથે સંબંધ રાખતો હશે. તેઓ આ સમયે ઘણા સામાજિક દબાણનો સામનો કરી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે તેઓ નિશ્‍ચિત સંબંધમાં વિશ્વાસ કરવા લાગ્‍યા છે. પુરુષો કાયમી જીવનસાથીની શોધમાં હોય છે. આ માટે તેમના પર પરિવાર અને સંબંધીઓ તરફથી ઘણું દબાણ છે.એસ્‍કોર્ટ ગર્લનું એવું પણ કહેવું છે કે મારી પાસે આવતાં પુરુષો એકલતાનો શિકાર બન્‍યાં હોય છે અને તેઓ ખાલી સમય પસાર કરવા આવતાં હોય છે તેઓ સંબંધ બાંધવાનો ઈન્‍કાર કરે છે.ઓસ્‍ટ્રેલિયાની આ હાઈ પ્રોફાઈલ કોલ ગર્લ એક કલાકના ૭૩,૦૦૦ રુપિયા લે છે અને છતાં પણ તેના ૮૦ ટકા ગ્રાહકો તેની સાથે સંબંધ બાંધતા નથી પરંતુ તેની પાસે ફક્‍ત સમય પસાર કરવા કે એકલતા મીટાવવા માટે આવતાં હોય છે.

(4:10 PM IST)