<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

જ્યોર્જિયામાં 14 વર્ષીય છોકરાએ શાળામાં આડેધડ ગોળીબારી કરતા 4ની હત્યા

નવી દિલ્હી:  અમેરિકામાં શાળા-કોલેજનું સત્ર ૧લી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. તે સત્ર શરૂ થયાને ત્રીજે દિવસે જ બુધવારે એક ૧૪ વર્ષના વિદ્યાર્થીએ આડેધડ ગોળીબાર કરી તેના બે સહાધ્યાયીઓ અને બે શિક્ષકોની હત્યા કરી હતી ૧લી સપ્ટેમ્બરે રવિવાર હોવાથી સત્ર બીજી સપ્ટેમ્બરથી શરૂ થયું તેના ત્રીજા દિવસે જ ૪ થી સપ્ટેમ્બરે આ ભયંકર ઘટના બની હોવાથી સમગ્ર અમેરિકામાં આંચકો લાગ્યો છે.આ ઘટના પછી તુર્ત જ એફબીઆઈ એજન્ટસે તે વિદ્યાર્થીની ધરપકડ કરી પૂછતાછ પણ શરૂ કરી હતી. આ ઘટના જ્યોર્જીયા રાજ્યના વિન્ડર શહેર સ્થિત એપાલાયી હાઈસ્કૂલમાં બની હતી. આ અંગે એફબીઆઈએ કહ્યું હતું કે, તે છોકરો હજી વયસ્ક તો નથી જ તેમ છતાં વયસ્કની જે રીતે પૂછપરછ થાય છે, તે રીતે જ તેની પૂછપરછ કરવી પડે તેમ છે. તેમ જ્યોર્જીયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેકટર ક્રીસ હોસેએ જણાવ્યું હતું. આ છોકરાનું નામ કોલ્ટ ગ્રે ઉં.વ. ૧૪ હોવાનું પણ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. આ ઘટના અંગે બેરો કાઉન્ટીના શેરીફ જુટુ સ્મિથે કહ્યું હતું કે, તેની પાસે એ.આર. પ્લેટફોર્મ પ્રકારની કે, સેમી ઓટોમેટિક રાયફલ હતી. આ ગોળીબાર શરૂ થયો કે તુર્ત જ દૂતે શાળાના માર્શલે તેને પકડી લઈ જમીન સરસો કરી દીધો હતો. તેના હાથમાંથી બંદૂક પણ આંચકી લીધી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેણે પોતાના મનથી જ હુમલો કર્યો હતો. કોઇ સંગઠન, જૂથ કે ટોળી સાથે તે ભળેલો નથી.

 

(5:54 PM IST)