તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 7th September 2024
પ્રદૂષણ અને અવાજથી ઘટે છે પ્રજનન ક્ષમતા
નવ લાખ વ્યકિતઓ પર કરાયુ રિસર્ચ

કોપન હેગનઃ શહેરી આબોહવા અને શોરબકોર સંતાનો પ્રાપ્તિમાં મોટો અવરોધ બની શકે છે. તાજેતરમાં કોપનહેગન ના ડેનિશ કેન્સર સંસ્થાનમાં થયેલ, એક રિસર્ચના જાણવા મળ્યું છે કે શહેરોમાં વધી રહેલ વાયુ પ્રદૂષણ પુરૂષોમાં જયારે બહુ જ અવાજવાળો ટ્રાફીક મહિલાઓની પ્રજનન શકિતને નુકસાન પહોંચાડી શકે છે. તેના અનુસાર, દુનિયાભરમાં દર સાત માંથી એક યુગલને બાળક પેદા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પ્રજનનમાં વાતાવરણની અસરને સમજવા માટે સોરેનસેનના નેતૃત્વમાં ડેનીશ રિસચરોએ ૩૦ થી ૪૫ વર્ષની વયના ૯ લાખથી વધારે ડેનીશ લોકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ બધા લોકો ૨૦૦૦ થી ૨૦૧૭ વચ્ચે ડેન્માર્કમાં રહ્યા હતા અને તેમને એક બાળક હતું. આ ડેટામાં એવા લોકોને સામેલ નહોતા કરાયા જેમને પહેલાથી જ કોઇ પણ પ્રકારે વાંઝીયાપણાની તકલીફ હતી અથવા તો નસબંધી કરાવી ચૂકયા હતા.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
