<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ચીન-ભારત-રશિયા સાથે મળીને બનાવશે ન્યુક્લિયર પ્લાન્ટ

નવી દિલ્હી: ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રશિયા સાથે ભારત અને ચીન કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ અંગે ભારત કે ચીન સરકાર તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારત વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાની અને બેઝ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં રશિયન એજન્સી તાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ મિશનનો ઉલ્લેખ રોસાટોમ ચાઈના એલેક્સી લિખાચેવ દ્વારા કરવામાં આવ્યો છે. રોસાટોમ રશિયાની ન્યુક્લિયર એજન્સી કોર્પોરેશન છે, જેના ભારત સાથે સંબંધો છે.'...લિખાચેવે વ્લાદિવોસ્તોકમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય સમુદાયની ભાગીદારી સાથે, અમારા ચીની અને ભારતીય ભાગીદારો પણ તેમાં ખૂબ રસ લઈ રહ્યા છે.'

(7:22 PM IST)