News of Monday, 9th September 2024
ઇઝરાયલની આર્મી AI ટેકનોલોજીના સહારે હોવાની માહિતી

નવી દિલ્હી: હમાસના આતંકવાદીઓએ ઓક્ટોબર ૭ના રોજ ઈઝરાયેલ પર હુમલો કરીને ૧,૨૦૦થી વધુ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સાથે જ ૨૫૦થી વધુ નાગરિકો અને આર્મી જવાનોનું અપહરણ કરીને તેમને ગાઝા પટ્ટી વિસ્તારમાં બંધ કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલી આર્મીએ તેમને છોડાવવા માટે સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પરંતુ, તેમને હજી સુધી તેના નક્કર પરિણામો જોવા મળ્યા નથી. તેઓ અત્યાર સુધીમાં ફક્ત સાત બંધકોને જ જીવતા બચાવી શક્યા છે. આ વચ્ચે તેમના વિશ્વમાં સૌથી શક્તિશાળી ગણાતા ઈન્ટેલિજન્સ યુનિટે ટેકનોલોજીનો સહારો લીધો છે. એક રિપોર્ટ મુજબ, ઈઝરાયેલ આર્મીના યુનિટે હમાસના ડેટાનો ભંડાર મેળવ્યો છે. તેમણે ગાઝા પટ્ટી વિસ્તારના લગભગ દરેક લેપટોપ, મોબાઈલ ફોન અને દસ્તાવેજોને શોધી કાઢ્યા છે. આ માટે તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. અમેરિકાના સહયોગથી તેમણે દરેક મોબાઈલ, લેપટોપના સિગ્નલો ટ્રેક કર્યા હતા. જેનો ડેટા તૈયાર કરીને ઈઝરાયેલી ડિફેન્સ યુનિટ તેમના આક્રમક હુમલાઓ અને બંધકોને મુક્ત કરાવવાના પ્લાન તૈયાર કરી રહ્યું છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
