<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

પિતાને દીકરીની એટલીબધી ચિંતા થઈ કે માથા પર જ CCTV કેમેરા મૂકી દીધો

યુવતીએ એવું પણ કહ્યું કે કરાચીમાં મહિલાઓ-યુવતીઓ પર અવારનવાર હુમલા થયા કરે છે અને એના પુરાવા ન હોવાને કારણે ન્‍યાય મળતો નથી એટલે આ રસ્‍તો અપનાવ્‍યો છે

કરાચી,તા. ૧૦: પાકિસ્‍તાનમાં એક પિતાને પુત્રીની અનહદ ચિંતા થતાં તેના માથા પર જ CCTV કેમેરા મુકાવી દીધા છે. આ કેમેરાથી પિતા પુત્રી પર નજર રાખે છે. પાકિસ્‍તાનની પરિસ્‍થિતિ અને આર્થિક સંકટની તો ખબર જ છે પણ ત્‍યાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ વણસેલો છે. પાકિસ્‍તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી એવું લોકો માને છે પરંતુ કરાચીના આ પિતાએ તો હદ જ કરી નાખી. તેમણે દીકરીના માથે CCTV કેમેરા મુકાવી દીધો છે. યુવતી કહે છે કે તેના પિતા કેમેરાથી તે સહીસલામત છે કે નહીં એનું ધ્‍યાન રાખે છે. યુવતીએ એવું પણ કહ્યું કે કરાચીમાં મહિલાઓ-યુવતીઓ પર અવારનવાર હુમલા થયા કરે છે અને એના પુરાવા ન હોવાને કારણે ન્‍યાય મળતો નથી એટલે આ રસ્‍તો અપનાવ્‍યો છે.

(9:31 AM IST)