<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

આ દેશમાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર લાગી શકે છે પ્રતિબંધ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં હવે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વધતાં જોખમોને ધ્યાનમાં લેતાં સોશિયલ મીડિયાનો વપરાશ ઘટાડવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના માટે ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયાના વપરાશ માટે બાળકોની લઘુતમ વયમર્યાદા નક્કી કરવાની યોજના બનાવી છે અને આ માટે તે કાયદો લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. હાલ, કોઈ ચોક્કસ વય જાહેર કરવામાં આવી નથી. પરંતુ 14થી 16 વર્ષની વયજૂથ ધરાવતા બાળકો પર આ પ્રતિબંધ લાદી શકે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબેનિસે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે સોશિયલ મીડિયા પર લઘુતમ વયમર્યાદાનો કાયદો લાગુ કરતાં પહેલાં અમે ઉંમરનું વેરિફિકેશન કરતું ટ્રાયલ રજૂ કરીશું. હાલ, લઘુતમ વયમર્યાદા કરવામાં આવી નથી. પરંતુ તે 14થી 16 વર્ષ હોઈ શકે છે. હું બાળકોને તેમની ડિવાઈસ ઓફ કરીને મેદાનમાં રમતાં જોવા માગું છું. તેઓ સ્વિમિંગ પુલમાં તરે અને ટેનિસ કોર્ટમાં રમે તેવુ ઈચ્છુ છું. તેઓ વાસ્તવમાં લોકો સાથે મળે, વાત કરે તે જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાથી સામાજિક નુકસાન થઈ રહ્યું છે.’

(6:40 PM IST)