હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયલે વધુ એક એરસ્ટ્રાઇક કરી સીરિયામાં કરી ઘૂસણખોરી

નવી દિલ્હી: હમાસી આતંકવાદીઓ પર આક્રમક બનેલા ઈઝરાયલે વધુ એક દેશમાં એરસ્ટ્રાઈક કરી છે. કમાન્ડો ઓપરેશન પાર પાડવા ઈઝરાયેલી સેના સીરિયામાં ઘૂસી હોવાના તેમજ ત્યાં ઈરાનના અધિકારીઓના અપહરણ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કમાન્ડોએ સીરિયાના પાંચ સૈન્ય સ્થળો ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન મિસાઈલ એટેક પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં સાત લોકોના મોત તેમજ 15 લોકોને ઈજા થઈ છે. ઈઝરાયલની કાર્યવાહી બાદ ઈરાન લાલઘૂમ થયું છે. આ એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલ અને ઈરાન (Iran) વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે. મળતા અહેવાલો મુજબ ઈઝરાયેલના કમાન્ડો ફોર્સે નવમી સપ્ટેમ્બરના સીરિયામાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ઈરાનના અનેક અધિકારીઓના અપહરણ કર્યા છે. સીરિયાના મસયફ અને હામા વિસ્તારમાં ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓ રહે છે અને આ જ વિસ્તારમાં ઈરાનના અધિકારીઓ આવ્યા હતા. જ્યાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કર્યા બાદ ગ્રાઉન્ડ ઓપરેશન પાર પાડ્યું હોવાનું તેમજ મિસાઈલ એટેક પણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સીરિયાની સમાચાર એજન્સી SANAના રિપોર્ટ મુજબ, ઈઝરાયેલના કમાન્ડોએ હામાના પશ્ચિમમાં મસયફને નિશાન બનાવાયું છે. મસયફ ઈરાની દળો અને ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓનો અડ્ડો હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીએ એવું પણ કહ્યું છે કે, કમાન્ડોના હુમલામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 15ને ઈજા થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
