હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં 1056 શહેરીક્ષેત્રોમાં 60 ટકા વધુ વરસાદ થયો હોવાનું ગ્લોબલ સ્ટડીમાં આવ્યું બહાર

નવી દિલ્હી: દુનિયાભરના ૧૦૫૬ શહેરોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વરસાદની વિસંગતતાઓ બહાર આવી છે. સ્ટડી મુજબ ૬૦ ટકાથી વધુ શહેરોમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં વધારે વરસાદ પડે છે. શહેરો આસપાસના વિસ્તારની તુલનામાં વધારે ગરમ હોય છે જેને શહેરી તાપ કે અર્બન હિટનો પ્રભાવ કહેવામાં આવે છે. અર્બન હિટના લીધે જ શહેરોમાં વરસાદની વિસંગતત જોવા મળે છે.
ભારે વરસાદના લીધે શહેરી વિકાસ પર ખૂબજ ભારે અસર પડે છે. અમેરિકામા ઑસ્ટિનમાં ટેકસાસ યુનિવર્સિટીના સંશોધકોએ દુનિયા ભરના ૧૦૫૬ શહેરોની તપાસ કરતા ધ્યાનમાં આવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોની તુલનામાં વધારે વરસાદ જોવા મળ્યો હતો. તારણ મુજબ હ્વુસ્ટનમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં વરસાદ પાંચ ઇંચ વધારે હતો. સંશોધકોએ ઉપગ્રહો, રડાર સિસ્ટમ અને વરસાદના ડેટા માટે ૨૦૦૧ થી ૨૦૨૦ સુધીના દસ્તાવેજોનો અભ્યાસ કર્યો હતો. બીજી એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે સ્થાનિક જળવાયુ વધુ ગરમ અને બેજવાળી હોય તેની સરખામણીમાં શુષ્ક સ્થાનો પર વસેલા શહેરોમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. સંશોધકોનું માનવું છે કે ઉંચી ઇમારતો હવાની ગતિને ધીમી કરી નાખે છે અથવા તો રોકી દે છે. આના સંજોગોમાં શહેરના કેન્દ્ર તરફ હવા દોરવાઇ જાય છે.ઉપર તરફની ઝડપથી વહેતી હવાના લીધે જળ બાષ્પ ઠરવાથી બાદળ નિર્માણમાં વધારો થાય છે જે વરસાદ માટે મહત્વપૂર્ણ સાબીત થાય છે. જળવાયુ પરિવર્તનના લીધે શહેરી વાતાવરણમાં અચાનક જ પૂરની સ્થિતિ ઉભી થઇ શકે છે. અચાનક આવતા પૂરનો સામનો કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવાની આવશ્કતા છે. કેટલાક શહેરી વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારો કરતા ઓછો વરસાદ પણ જોવા મળતો હોય છે. સામાન્ય રીતે પર્વતીય અને ખીઁણના નીચેના વિસ્તારમાં વસેલા શહેરોમાં આવુ જોવા મળે છે. આ શહેરોમાં વરસાદની પેટર્ન પર્વતો દ્વારા નિયંત્રિત થાય છે. સિએટલ, જાપાનનું કયોટો અને ઇન્ડોનેશિયાના જર્કાતાનો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
