તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ફરવાના શોખીન આ કપલે 26 લાખમાં ખરીદી લીધો આખો ટાપુ

નવી દિલ્હી: ક્યારેક જીવનમાં એવી ઓફર સામે આવી જાય છે જેની કલ્પના આપણે ન કરી શકીએ. જેટલું રોકાણ કરીને લોકો મુંબઇમાં એક ઘર મેળવવા માટે વલખાં મારતા હોય છે એટલી કિંમતમાં તો 24 વર્ષના ઓલિવર રસેલ નામના યુવાનને જબરો જેક્પોટ લાગ્યો છે.અડધા અમેરિક અને અડધા-ફિનિશ એવા ઓવિર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અવાર-નવાર ફિનલેન્ડના ટાપુઓ પર ફરવા જવાના શોખીન હતાં.એ શોખે તેમને મસ્ત ડીલ અપાવી દીધી.ફિનલેન્ડમાં લગભગ 1,78,000થી વધુ ટાપુઓ છે. આ ટાપુ એકથી પાંચ એક્ર જેટલી જ જમીન ધરાવે છે. થોડા સમય પહેલાં તેમને ખબર પડી કે કોઇકને અઢી કરોડનો ટાપુ વેચવો છે અને કિંમત માત્ર 33 હજાર યુરો જેટલી એટલે કે લગભગ 26 લાખ રુપિયા જેટલી જ છે.યુગલે આ તકને ઝડપી લીધી. 2024ના માર્ચ મહિનામાં જ તેમણે આ ટાપુ ખરીદી લીધો. અહીં તેમણે કોઇ મોટું અને પાકુ ઘર બનાવ્યું નથી. લાકડાની કેબીન અને ટેન્ટ હાઉસ બનાવ્યું છે અને ઉનાળાની રજાઓ તેઓ હવે આ ટાપુ પર ગાળે છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
