<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

AIને તાલીમ આપવા આખા ઓસ્‍ટ્રેલિયાના ફોટોઝ-પોસ્‍ટ ચોરી લીધી

ફેસબુકની ચોંકાવનારી કબૂલાત

સીડની તા. ૧૪: ફેસબુક (મેટા) પર અનેકવાર આરોપ લાગી ચૂકયા છે કે, તેઓ યુઝર્સના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે. હવે ફેસબુકે ઓસ્‍ટ્રેલિયન સરકાર સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેમણે ઓસ્‍ટ્રેલિયાના તમામ એડલ્‍ટ યુઝર્સના ફોટોઝ અને પોસ્‍ટની ચોરી કરી હતી. આ પાછળનો તેનો હેતુ મેટાના આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) ટૂલને તાલીમ આપવાનો હતો. મેટા ર૦૦૭થી આ પ્રકારનો ડેટા ભેગો કરતી હતી. ઓસ્‍ટ્રેલિયન સરકારે ફેસબુકના આ નિર્ણયને પ્રાઇવસીના ભંગ ગણાવ્‍યો છે. આ કારણસર કંપની પર કડક કાર્યવાહીનો ખતરો તોળાઇ રહ્યો છે.

(2:52 PM IST)