News of Saturday, 14th September 2024
એક સ્ટડી મુજબ કપિરાજ પણ માણસોની જેમ સામાજિક જીવન જીવે છે

નવી દિલ્હી: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માણસ એક માત્ર ટોકિંગ એનિમલ છે જે એક બીજાને નામથી બોલાવે છે પરંતુ એક સ્ટડી મુજબ માર્મોસેટ મંકી એક બીજાને નામથી બોલાવે છે. માર્મોસેટસ અત્યંત સામાજિક હોય છે. તેઓ પોતાન સાથીદારો સાથે દીર્ઘકાલિન સંબંધો બાંધે છે. તેઓ નાના પરિવારના સમૂહોમાં સંપથી રહીને બચ્ચાઓનું પાલન પોષણ કરે છે. તે વૃક્ષોની ટોચ પર જુદી જુદી ડાળીઓ પર બેસીને સિટી જેવો ફ્રિ કૉલ અવાજ કાઢે છે. આ અવાજની તિવ્રતા અને આવૃતિ બધા માટે વિશિષ્ટ પ્રકારની હોય છે. કુલ ૫૪૦૦૦ કોલ્સનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ માર્મોસેટ પહેલા બિન માનવ છે જે વ્યકિતઓ માટે નામ જેવા લેબલનો ઉપયોગ કરવાનું પણ જાણે છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર જેરુશલેમ યુનિવર્સિટીના ડેવિડ ઓમરે માર્મોસેટ્સ અંગે પ્રયોગ કર્યા હતા. દક્ષિણ અમેરિકી મંકી બંદર ખૂબજ આક્રમક જે પોતાના ભોજન અને ક્ષેત્રનું રક્ષણ કરવા માટે જાણીતા છે. ગાંઢ જંગલમાં વૃક્ષોની ડાળીઓ અને પાન પાછળ સંતાયેલા પરિવારના સભ્યોને શોધવા માટે કચકચાહટ અને સિટી જેવો અવાજ કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે માર્મોસેટ્સ જુદા જુદા સભ્યને સંબોધિત કરવા માટે જુદા જુદા કોલનો ઉપયોગ કરે છે. આ એવી જ રીત છે જેમ એક વ્યકિત બીજી વ્યકિતને નામથી બોલાવે છે. આ સાથે જ માર્મોસેટ આવી કુશળતા ધરાવનારા ગેર માનવ પ્રાઇમેટ છે. અત્યાર સુધી માણસ ઉપરાત ડોલ્ફિન,પેરોટ અને હાથી કોમ્યુનિકેશન માટે આવી સંચાર હરકત કરે છે પરંતુ અદ્લ માનવ જેવી પધ્ધતિનો ઉપયોગ કરવામાં માર્મોસેટ વધુ કુશળ છે. આ સંશોધન માટે સંશોધકોની એક ટીમે મંકીના ખાસ અવાજ પાછળ છુપાએલા નામને ઉજાગર કરવા માટે કૃત્રિમ બુધ્ધિમત્તા સંચાલિત સોફટવેરનો ઉપયોગ કર્યો હતો.એઆઇ ટેકિનકનો ઉપયોગ કરવા માટે પશુઓના સંચરણ અને સંચારને ડિકોડ કરવા માટે થાય છે. આનાથી ભાષાની ઉત્પત્તિ પર પણ પ્રકાશ પાડવામાં મદદ મળે છે. પ્રયોગ પરથી સંશોધકોને જણાયું હતું કે ખાસ અવાજથી નામ પાળવાની રીત જાનવરોમાં ધારણા કરતા વધારે વ્યાપક હોઇ શકે છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
