News of Tuesday, 17th September 2024
આઈન્સ્ટાઈનનો ૨ ઓગષ્ટ, ૧૯૩૯માં લખાયેલો પત્ર, ૩૨.૭ કરોડમાં વેચાયો!

ન્યુયોર્ક,તા. ૧૭: વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન હાલના સમયમાં ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે ૨ ઓગષ્ટ, ૧૯૩૯માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટને એક પત્ર લખ્યો હતો. આ પત્રના લીધે આઈન્સ્ટાઈન ફરી ચર્ચામાં આવ્યા છે. કારણે કે આ પત્ર ઈં ૩૨.૭ કરોડ ($3.9 મિલિયન)માં વેચાયો છે. ૮૫ વર્ષ જૂના આ પત્ર આઈન્સ્ટાઈને અણુ બોમ્બના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે વિશેનો છે. આ ઐતિહાસિક દસ્તાવેજમાં ભૌતિકશાષાી લીઓ સ્ઝિલાર્ડ દ્વારા સહ-હસ્તાક્ષર કરાયેલ છે. આ પત્ર ફ્રેંકલિનની લાયબ્રેરીમાંથી મળ્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઈન્સટાઈને પ્રથમવાર અમેરિકાને રાષ્ટ્રપતિને પરમાણુ બોમ્બ બનાવવાન સલાહ આપી હતી.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
