News of Tuesday, 17th September 2024
હવેથી દુનિયાની બીજી સૌથી મોટી સેનાએ ધરાવતો દેશ બન્યો રશિયા

નવી દિલ્હી: રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને એક આદેશ આપ્યો છે. જેમાં રશિયન સેનામાં જવાનોની સંખ્યા વધારીને 2,389,130 કરવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત 15 લાખ એક્ટિવ મિલિટરી પર્સનલ પણ હશે. આ આદેશ બાદ રશિયા અમેરિકાને પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી સેના બની જશે. અહેવાલો અનુસાર, એક્ટિવ સૈનિકોના આધારે વિશ્વની પાંચ સૌથી મોટી સેનાઓની રેન્કિંગમાં ચીન પહેલા સ્થાને છે. ચીનમાં 20.35 લાખ એક્ટિવ સૈનિકો છે. રશિયા 15 લાખ એક્ટિવ સૈનિકો સાથે બીજા સ્થાને છે. ભારત 14.55 લાખ એક્ટિવ સૈનિકો સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકા 13.28 લાખ એક્ટિવ સૈનિકો સાથે ચોથા સ્થાને છે અને ઉત્તર કોરિયા 13.2 લાખ એક્ટિવ સાથે પાંચમા સ્થાને છે. યુક્રેન પર હુમલા બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ત્રીજી વખત પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યા છે. આ વખતે લગભગ 1.80 લાખ જવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ પહેલા આ વર્ષે જૂનમાં પુતિને સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. રશિયાના લગભગ 7 લાખ સૈનિકો યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યા છે. યુક્રેન સાથેના યુદ્ધ માટે 3 લાખ સૈનિકોને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. રશિયા હાલમાં સેનામાં વોલેન્ટિયરની ભરતી કરી રહ્યું છે. તેમને ખૂબ જ સારો પગાર અને અનેક પ્રકારની ઑફર્સ આપવામાં આવી રહી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
