News of Tuesday, 17th September 2024
ભારતના આ પાડોશી દેશમાં ગધેડાઓની ડીમાંડમાં થયો વધારો

નવી દિલ્હી: આ દિવસોમાં ભારતનો પાડોશી દેશ પાકિસ્તાનમાં ગધેડાની ખૂબ માંગ વધી રહી છે. જેના કારણે દેશમાં ગધેડાની કિંમતો આસમાનને આંબી રહી છે. આ કિંમતોમાં વધારાનું કારણ પાકિસ્તાનનું સૌથી નજીકનું અને ખાસ મિત્ર ચીન છે. કારણ કે ચીનમાં ગધેડાની ચામડીનો ઉપયોગ મેડિકલ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર એક ગધેડાની કિંમત 3 લાખ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સામાન વહન કરતા આ પ્રાણીઓ માટે રૂ. 300,000 મોટી રકમ છે, પરંતુ આ કિંમત એવા લોકો માટે સમસ્યારૂપ છે જેઓ ગધેડાનું ગાડું ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
મીડિયા અહેવાલો અનુસાર, ગધેડાઓની વધતી કિંમતોને કારણે, મોટાભાગના સ્થાનિક ખરીદદારો કરાચીના લ્યારીમાં આયોજિત સાપ્તાહિક ગધેડા બજાર તરફ વળ્યા ન હતા. લોકો કહે છે કે, ભાવ વધવાનું કારણ ચીન છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
