<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ઇઝરાયલ પર અડધી રાતે હુમલો થયો હોવાના સમાચાર

નવી દિલ્હી: લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પેજર અને વોકી-ટોકી હુમલાથી પીડિત છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે આ સમગ્ર કાવતરું ઘડ્યું છે. આ બન્ને હુમલામાં ઓછામાં 30 લોકોના મોત થઈ ગયા છે અને 3200થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ વચ્ચે ઈઝરાયલ પર સાયબર હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાનો અહેવાલ છે કે ઈઝરાયલના ફોન અચાનક મધરાતે ધનાધન વાગવા લાગ્યા હતા. તેના પર ઇમરજન્સી મેસેજ આવ્યા હતા. મેસેજમાં ઈઝરાયલીઓને સુરક્ષિત સ્થળે ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. આવા હજારો મેસેજ મળ્યા બાદ ઈઝરાયલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઈઝરાયલના અધિકારીઓ આવા મેસેજની તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇરાની હેકર્સ દ્વારા પ્રાયોજિત હોઈ શકે છે.
ઈઝરાયલી મીડિયાએ જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે દેશભરમાં ઈઝરાયલીઓને ઇમરજન્સી ઍલર્ટમાં ખોટા મેસેજ મળ્યા હતા. આ મેસેજમાં તેમને કહેવામાં આવ્યું કે, લોકો જ્યાં છે ત્યાંથી સુરક્ષિત સ્થળે ચાલ્યા જાઓ. વ્યાપક રૂપમાં  મેસેજ પ્રસારિત થયા બાદ એ સંભાવનાની તપાસ કરવામાં આવી રહી છે કે તેની પાછળ ઇરાનનો હાથ છે કે નહીં.

 

(5:25 PM IST)