હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેટિકન જેવો અલગ મુસ્લિમ દેશ બનશે આ જગ્યા પર:જ્યાં મહિલાઓને મળશે આઝાદી

નવી દિલ્હી: વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી જેવો વિશ્વનો પ્રથમ અને સૌથી નાનો મુસ્લિમ દેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં બનાવવામાં આવશે અને દેશની રચનાની જાહેરાત બાબા મોન્ડી તરીકે પ્રખ્યાત એવા મૌલવી એડમન્ડ બ્રાહિમાજ દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે જો બધું યોજના પ્રમાણે ચાલ્યું તો દુનિયાને ટૂંક સમયમાં પહેલો મુસ્લિમ દેશ મળશે. મીડિયાને આ મુસ્લિમ દેશ વિશે જણાવતા અલ્બેનિયાના વડાપ્રધાન ઈદી રામાએ કહ્યું કે, 'આ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં બનાવવામાં આવશે, જેમાં બેક્તશી પરંપરાના નિયમો અને આદેશોનું પાલન કરવામાં આવશે. આ નિયમો અને આદેશો 13મી સદીમાં તુર્કિયેમાં સ્થાપિત શિયા સૂફી સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. નવા મુસ્લિમ દેશની સ્થાપના લગભગ 27 એકર વિસ્તારમાં થશે, જે અમેરિકન શહેર ન્યૂયોર્કના 5 બ્લોક્સ જેટલી હશે. આ નવા દેશનું પોતાનું બંધારણ હશે. અહીં રહેતા લોકો દારૂ પી શકશે અને મહિલાઓ પણ સંપૂર્ણપણે આઝાદી આપવામાં આવશે. મહિલાઓ કોઈપણ કપડા પહેરી શકશે અને જીવનશૈલી અંગે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ દેશની સરહદો નક્કી કરવા આવશે અને આ દેશના લોકોને પાસપોર્ટ આપવામાં આવશે. અલગ સરકાર હશે અને અલગ કાયદા બનાવવામાં આવશે. અલ્બેનિયાના વડાપ્રધાન ઈદી રામાએ પણ કહ્યું છે કે, આ દેશ ઇસ્લામની સૂફી પરંપરાથી સંબંધિત બેક્તાશી ઓર્ડરના નિયમોનું પાલન કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
