હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાર દેશોએ નાગરીકોને લેબનોન છોડવાની આપી ચેતવણી

નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ હવે વધુ વિસ્તરીને ઉત્તરમાં લેબનોનમાં ફેલાયું છે. ઈઝરાયેલે લેબનોનમાં હીઝબુલ્લાહના આતંકીઓ પર અત્યાર સુધીનો ભયાનક હવાઈ હુમલો કર્યો છે. બીજીબાજુ હીઝબુલ્લાહે પણ ઈઝરાયેલની ઉત્તરે અંદર સુધી હુમલા કર્યા છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ હીઝબુલ્લાહ હજુ પણ નહીં સમજે તો તેને ખતમ કરી નાંખવાની ધમકી આપી છે ત્યારે ઈઝરાયેલ અને હીઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વકરવાની આશંકા છે. આવા સમયે અમેરિકા સહિત ચાર દેશોએ કંઈક મોટું થવાનું છે તેમ કહેતા તેમના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની ચેતવણી આપી છે. લેબનોનમાં હીઝબુલ્લાહના આતંકીઓ પર ઈઝરાયેલના વધતા હુમલા વચ્ચે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને કેનેડાએ તેમના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ વિભાગે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું છે કે હવાઈ માર્ગ ચાલુ છે ત્યાં સુધીમાં નાગરિકો લેબનોન છોડી દે. થોડાક દિવસમાં પરિસ્થિતિ વધુ ભયાનક બનવાની છે. કંઈક મોટું થવાનું છે. અમેરિકાની સાથે ફ્રાન્સ, બ્રિટન અને કેનેડા સહિત અનેક દેશોએ તેમના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડી દેવાની અથવા લેબનોન નહીં જવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ દેશોએ તેમના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ વિલંબ કરશે તો ઈમર્જન્સીની સ્થિતિમાં તેમના દૂતાવાસ કોઈ મદદ કરવા સક્ષમ નહીં હોય. ઈઝરાયેલે થોડાક દિવસ પહેલાં હવાઈ હુમલામાં હીઝબુલ્લાહના ટોચના કમાન્ડર અહમદ વાહબી સહિત અનેક લોકોને મારી નાંખ્યા હતા. આ સિવાય તેણે લેબનોનમાં પેજર અને વોકીટોકી વિસ્ફોટ કર્યા પછી ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વકર્યું છે. ગયા સપ્તાહે જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ કેબિનેટમાં જાહેરાત કરી હતી કે હમાસ પછી હવે હીઝબુલ્લાહ સાથે સીધી સંઘર્ષનો સમય આવી ગયો છે. તેમણે લેબનોનને મળતી ઉત્તરીય સરહદ પર હુમલા વધુ તિવ્ર કરવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદથી ઈઝરાયેલ સતત લેબનોની દક્ષિણે હીઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
