તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
દક્ષિણ પૂર્વ ઈરાનની કોલસાની ખાણમાં મિથેન લીકેજ થતા થયેલ વિસ્ફોટમાં મ્રુતકઆંક વધવાની સંભાવના

નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ ઇરાનમાં આવેલાં તબાસ ગામ પાસેની કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થતાં ઓછામાં ઓછાં ૫૧ ખાણીયાઓનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે ૨૦થી વધુને ઇજાઓ થઈ હતી. સત્તાવાળાઓને ભીતિ છે કે મૃત્યુ આંક હજી પણ વધવાની સંભાવના છે.
તહેરાનથી દક્ષિણ-પૂર્વે ૫૪૦ કિમી (૩૩૫ માઇલ) દૂર આવેલા તબાસમાં તબાહી : આ વિસ્ફોટ થયો ત્યારે આશરે ૭૦ જેટલા ખાણિયાઓ ખાણમાં કામ કરી રહ્યા હતા
શનિવારે સાંજે થયેલા આ દુર્ઘટના અંગે ઇરાનના સ્ટેટ ટેલીવિઝને જણાવ્યું હતું કે પાટનગર તહેરાનથી દક્ષિણ પૂર્વે આશરે ૫૪૦ કીલો મીટર (૩૩૫ માઇલ) દૂર આવેલાં તબાસ ગામ નજીકની કોલસાની ખાણમાં મીથેન ગેસ લીક થતાં આશરે થયેલા વિસ્ફોટને પરિણામે આશરે ૫૧નાં મૃત્યુ થયાં હતાં ૨૦ને ઇજાઓ થઇ હતી. ભીતિ તે છે કે મૃત્યુઆંક હજી વધવા સંભવ છે. ઇરાન-સ્ટેટ ટેલિવિઝને વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે સાંજે થયેલા આ વિસ્ફોટનું કારણ મિથેન ગેસ લિકેજ હોવાનું જાણવા મળ્યું છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
