હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AIપરના નિયંત્રણના કાયદામાં યુરોપના દેશો છે ટોચ પર

નવી દિલ્હી: વિશ્વના ડઝનબંધ દેશો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રને કાયદાના નિયંત્રણમાં લાવવા માટે ઉતાવળા બન્યા છે. વિશ્વમાં સૌથી પહેલા યુરોપીયન યુનિયન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને નિયંત્રણમાં રાખવા AI એક્ટ બનાવી શક્યું છે. યુરોપીયન યુનિયને તૈયાર કરેલા કાયદા કડક છે અને બે વર્ષના સમયમાં અમલી બની જશે. અનેક દેશો AI પર કાયદાનું નિયંત્રણ કરવાની તૈયારી કરી રહ્યા છે. AI પર કાયદાનું નિયંત્રણ લદાશે તો તેના વપરાશકારોને પ્રોડક્ટ સસ્તી મળી શકસે અને તેના ઉત્પાદકો પર નિયંત્રણ રાખી શકાશે. AI જેટલા તબક્કામાંથી પસાર થાય છે તે બધાને કાયદાના નિયંત્રણ હેઠળ લાવવા જરૂરી બની ગયા હતા. વાચકોને ખ્યાલ હશે કે ઇન્ટરનેટને કાયદાના નિયંત્રણ હેઠળ લાવવાને ત્રણ દાયકા થયા છે. શરૂઆતમાં ઇન્ટરનેટ અમેરિકાના હાથમાં હતું. જમે જેમ તેનો વ્યાપ વધ્યો તેમ વિવિધ દેશો અમેરિકાની મોનોપોલી તોડવા માંગતા હતા. લાંબી મથામણ બાદ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશનને હવાલો સોંપાયો હતો. ત્યારબાદ ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન નેમ એન્ડ નંબર્સ (ICANN) ને હવાલો સોંપાયો હતો. આજે મહત્વની દ્રષ્ટીએ ઇન્ટરનેટ કરતાં AI આગળ નીકળી ગયું છે કેમકે તે આમૂલ પરિવર્તન કરી શકે છે. તે કારણેજ વિશ્વના દેશો તેના પર પ્રભુત્વ મેળવવા મથી રહ્યા છે. AIના વહિવટ માટે ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘને ટેકો એટલા માટે આપે છે કે તે અમેરિકાનું પ્રભુત્વ AI પર ઉભું થાય એમ નથી ઇચ્છતું. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો મુદ્દો ગાજ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરીસના AI પરની નિતી જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે. AI હવે જ્યારે રોજીંદા વપરાશની ચીજો પર પણ પ્રભાવ પાડવા લાગ્યું હોવા છતાં અમેરિકાના મતદારોને તે ચૂંટણી મુદ્દો લાગતો નથી એમ લાગી રહ્યું છે પરંતુ અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ AIની નિતી કેવી હશે તેના વિચાર બંને ઉમેદવારો પાસે જાણવા માંગે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
