News of Tuesday, 24th September 2024
ઈરાનને યુદ્ધમાં ધકેલવાનો પ્લાન ઇઝરાયલ કરી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ઈરાનના નવા પ્રમુખ મસૂદ પેજેશ્કિયને સોમવારે ઈઝરાયલ પર પશ્ચિમ એશિયામાં એક મોટા યુદ્ધને ભડકાવવાનો અને તેહરાનને મોટા યુદ્ધમાં ધકેલવા માટે જાળ બિછાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લગભગ 2 ડર્ઝન મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, ઈરાન ગાઝામાં ચાલી રહેલ યુદ્ધ અને ઈઝરાયલ-લેબનોન સરહદ પર હવાઈ હુમલાનો વિસ્તાર નથી ઈચ્છતું. પેજેશ્કિયને કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતાં. ઈઝરાયલ બધાને યુદ્ધમાં ધકેલવા અને ક્ષેત્રને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે અમને એક એવા મોડ પર લઈ જઈ રહ્યું છે, જ્યાં અમે જવા નથી માગતા. આ પહેલી વખત છે જ્યારે 70 વર્ષીય ઈરાની નેતા કોઈ ઈન્ટરનેશનલ મંચ પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તેઓ આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક સભામાં ભાગ લઈ રહ્યા છે. હાલમાં ઈઝરાયલ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર સતત હુમલા કરી રહ્યું છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
