તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th September 2024
ઓએમજી.....1960 પછી અમેરિકામાં પ્રથમવાર ઘટી હિંસા

નવી દિલ્હી: એફબીઆઇના આંકડા અનુસાર 2023માં 2022ની સરખામણીમાં લગભગ 2500 જેટલી હત્યાઓ ઘટી છે. એફબીઆઇ અનુસાર ગત વર્ષ અમેરિકામાં 19252 હત્યા થઇ હતી. વોશિંગ્ટન ડીસી, ગ્રીન્સબોરો, એન.સી. મેમ્ફિસ, ટેનેસી જેવા શહેરોમાં હિંસક ઘટનાઓનું પ્રમાણ વધારે હતું. આવી હિંસક ઘટનાઓમાં 12 ટકા જેટલો ઘટાડો થયો છે.
ન્યૂ ઓરલિયન્સમાં આવેલી અપરાધ ડેટા એનાલિસિસ વિભાગના જેફ એશરના જણાવ્યા અનુસાર 1960થી નેશનલ રેકોર્ડ કીપિંગ શરુ કરવામાં આવ્યો તે પછી સૌથી મોટો ઘટાડો છે. કુલ મળીને હિંસક અપરાધની ઘટનાઓમાં 3 ટકા અને સંપતિને લગતા ગુનામાં 2.6 ટકા. ચોરીની ઘટનામાં 7.6 ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે કાર ચોરી એક માત્ર અપવાદ છે જેમાં ગત વર્ષની સરખામણીમાં 12 ટકા જેટલો વધારો થયો છે. જો કે રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી પ્રચાર ચાલી રહયો છે જેમાં રિપબ્લીકન ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી શહેરોને અપરાધગ્રસ્ત ડાયસ્ટોપિયા ગણાવ્યા છે. અમેરિકાની અપરાધ અંગેની સામાન્ય અવધારણા એવી છે કે અપરાધ વધ્યો છે તેના કરતા વિપરિત માહિતી છે. ઉદાહરણ તરીકે ગેલેપ પોલમાં 77 ટકા અમેરિકનોનું માનવું હતું કે અપરાધ વધતો જાય છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
