તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
ચીને 500થી વધારે પરમાણુ શસ્ત્રો ધરાવતું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન સામાન્ય રીતે તેનો શસ્ત્રાગાર સંતાડી જ રાખતું હોય છે પરંતુ આ વખતે તેણે તેના ICBMનો પ્રયોગ કરતાં પૂર્વે પાડોશ દેશોને અગાઉથી જાણ કરી હતી. ચીને ૧૨૫૦૦ માઈલ સુધી અચૂક નિશાન કરી શકે તેવા તેના ઇન્ટર-કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલને પહેલા અંતરિક્ષમાં ૮૦૦ માઇલ સુધી ઊંચે મોકલી ફીલીપાઇન્સના મુખ્ય ટાપુ લુઝાનની ઉત્તરે પ્રશાંત મહાસાગરમાં ઉતાર્યું હતું. પરમાણુ શસ્ત્રો અંગે નો ફર્સ્ટ યુઝના કરારો કરનાર ચીનની દાનત વિષે પરિબળને ભારે શંકા છે અને પરમાણુ શસ્ત્ર વહી શકે તેમાં આ ICBMના પ્રયોગથી પશ્ચિમનું જગત ચિંતાગ્રસ્ત બની ગયું છે. પ્રાપ્ય માહિતી અનુસાર આજે સવારે ૮.૪૪ વાગે (ચાઇના ટાઈમ) ડમી વોર હેડ સાથેના ICBMનો સફળ પ્રયોગ કર્યો હતો અને પ્રશાંત મહાસાગરમાં તે નિર્ધારિત સ્થળે જ પડયું હતું. તેમ ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. જો કે આ એક નિયમાનુસારની જ કાર્યવાહી હતી તેમ કહેતા ચીનની ઝિન-હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ પ્રયોગથી તે શસ્ત્રોની કાર્ય શકિતનું નિશ્ચિત સ્તર પણ જાણી શકાયું છે. વળી તે આઈસીબીએમ એ તેની ધારેલી સિદ્ધિ તો પ્રાપ્ત કરી જ છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
