<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

સ્‍તનપાન કરાવતી વખતે સુઈ ગઈ માતા : દૂધ પીતા પીતા બાળકનું મોત

દૂધ પીતી બાળકીના શ્વાસ રૂંધાઈ ગયો : જેના કારણે તેની શ્વાસ નળીમાં દૂધ ભરાઈ ગયું હતું

લંડન, તા.૨૮: માનું દૂધ પીતી વખતે એક દિવસની બાળકીનું મોત થઈ ગયું. દૂધ પીતી બાળકીના મોતથી ડોક્‍ટર્સ પણ ચોંકી ગયા છે. તપાસ કરી તો બાળકીના મોતનું ચોંકાવનારુ કારણ સામે આવ્‍યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું કે, દૂધ પીતી બાળકીના શ્વાસ રુંધાઈ ગયા, જેના કારણે તેની શ્વાસ નળીમાં દૂધ ભરાઈ ગયું હતું.

હકીકતમાં જોઈએ તો, બાળકને દૂધ પીવડાવતી વખતે માતા સૂઈ ગઈ હતી અને આ દરમિયાન બાળકે ઉતાવળમાં એક બાજુ સૂઈને ખૂબ દૂધ પી લીધું હતું. આ સમગ્ર મામલો ઈંગ્‍લેન્‍ડનો છે. અહીંની લીડ્‍ઝ હોસ્‍પિટલમાં એક દિવસ પહેલા બાળકીનો જન્‍મ થયો હતો. જન્‍મ બાદ બાળકી સ્‍વસ્‍થ હતી, ત્‍યારબાદ માતા અને પુત્રીને ઘરે મોકલી દેવામાં આવ્‍યા હતા.

બાળકના જન્‍મ અને દવાઓના કારણે મહિલા ખૂબ જ થાકી ગઈ હતી. જેવી તેણે બાળકને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું કે તરત જ તે ઊંઘી ગઈ. થોડીવાર પછી જ્‍યારે તે જાગી ત્‍યારે છોકરીના ધબકારા બંધ થઈ ગયા હતા અને તે કંઈ હલનચલન કરી રહી ન હતી. તરત જ બાળકીને નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી, જ્‍યાં ડૉક્‍ટરોએ તેને મળત જાહેર કરી.

બાળકોને દૂધ પીવડાવતી વખતે આ બાબતોનું ધ્‍યાન રાખો - ડોકટરોના મતે, બાળકને સ્‍તનપાન કરાવતી વખતે માતાએ તેના વાળ બાંધી દેવા જોઈએ. આ કારણે દૂધ પીતી વખતે બાળકના મોંમાં વાળ આવતા નથી. ડોકટરોનું માનવું છે કે બાળકોને સૂતી વખતે દૂધ પીવડાવવાથી તેમને ગૂંગળામણ થવાનું જોખમ રહે છે. આવી સ્‍થિતિમાં તેમનું શરીર વાદળી થઈ શકે છે અને પછી મળત્‍યુ પણ થઈ શકે છે.

ડૉક્‍ટરોનું માનવું છે કે બાળકોને હંમેશા બેસીને સ્‍તનપાન કરાવવું જોઈએ. માતા તેના બંને પગને ફોલ્‍ડ કરીને ક્રોસ પગે બેસી શકે છે અને અનુકૂળતા મુજબ તેના પગ પર ઓશીકું મૂકી શકે છે. આનાથી બાળકને આરામ મળે છે, આ સિવાય માતાએ બાળકને દૂધ પીવડાવતા પહેલા તેના સ્‍તન સાફ કરવા જોઈએ. મહિલાઓ બ્રેસ્‍ટ પેડ્‍સનો ઉપયોગ કરી શકે છે અને બ્રેસ્‍ટ પંપનો ઉપયોગ કરી શકે છે.

 

(10:58 AM IST)