તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
આ ન્યુક્લિયર સબમરીન ડૂબી જતાની સાથે નૌકાદળની મહત્વાકાંક્ષા પર ફરી વળ્યું પાણી

નવી દિલ્હી: ચીનની આધુનિકતમ તેવી ઝાઓ કલાસની સૌથી પહેલી જ ન્યુક્લિયર એટેક સબમરિન કેટલાક મહિનાઓ પૂર્વે વૂહાન પાસે ડૂબી ગઈ હતી. સંભવત: વૂહાન પાસેના વિશાળ કુદરતી સરોવરમાં તેનું પરિક્ષણ થઈ રહ્યું હતું ત્યારે તેણે જળસમાધિ લીધી હતી. વાસ્તવમાં આ ઘટના તો ગત મે-જૂનમાં બની હતી. પરંતુ ચીનની સરકારે તે દબાવી દીધી હતી. પરંતુ સેટેલાઇટ પિકચરમાં તે સમગ્ર ઘટના પકડાઈ હતી. તે સર્વે વિદિત છે કે બામ્બુ-કર્ટનમાંથી સમાચારો બહાર આવતા જ નથી અને કદાચે થોડા ઘણા બહાર આવે તો તે ડીસ્ટોર્ટેડ હોય છે. અમેરિકાએ સેટેલાઇટ ઇમેજીસનું પરિક્ષણ કરી આ હકિકતનો પર્દાફાશ કર્યો હતો. અમેરિકાનું જાસૂસી તંત્ર જણાવે છે કે આ સબમરિન સ્ટર્ન (વંઢાર = પાછળનો ભાગ) ઠ શેપ્ડ હતો. જેથી સબમરિન ઝડપભેર દિશા બદલી શકાય. આ માહિતી આપતા વોલ સ્ટ્રીટ જર્નલ જણાવે છે કે આ સબમરિન ચાયના સ્ટેટ શિપબિલ્ડીંગ કોર્પોરેશન (સરકાર હસ્તકની કંપની) દ્વારા બાંધવામાં આવી હતી. તેને સમુદ્રમાં તરતી મુકતા પહેલા વિશાળ નદી યાંગ-ત્સેમે રચેલા વૂહાનને સ્પર્શીને રહેલા નૈસર્ગિક સરોવરમાં આખરી ઓપ આપવા માટે તરતી મુકવામાં આવી હતી. આ સબમરિન ડૂબી ગયા પછી તેને બહાર કાઢવા માટે મોટી ફલોટીંગ ક્રેન કામે લગાડાઈ હતી. તે સર્વે સેટેલાઇટ ઇમેજિસ દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે હેરિટેજ ફાઉન્ડેશનની થિંક ટેન્કના સિનિયર રિસર્ચ ફેલો અને યુએસ નેવીના નિવૃત્ત સબમરિન ઓફિસર બ્રેન્ટ સેકલરે તે ઘટનાને અતિ ગંભીર જણાવી હતી.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
