News of Monday, 30th September 2024
અમેરિકાની સેનાએ સીરિયામાં કરેલ એરસ્ટ્રાઈકમાં 37 આતંકીઓ ઠાર

નવી દિલ્હી: અમેરિકાની સેનાએ સીરિયામાં મોટી એરસ્ટ્રાઈક કરી 37 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાને અમેરિકાઓ દાવો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો છે, જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે, અનેક ટાર્ગેટ પર આતંકી હુમલા કરવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સીરિયાના ચાર નેતાઓનો સમાવેશ થાય છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
