<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

કોલંબિયામાં મિશન પર જઈ રહેલ હેલીકૉપટર દુર્ઘટનામાં 8 સૈનિકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી:  માનવીય મિશન પર જઈ રહેલું કોલમ્બિયા સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. કોલમ્બિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોલમ્બિયન લશ્કરનું એક હેલિકોપ્ટર વેનેઝુએલાની સીમામાં ક્રેશ થયું છે, જેમાં આઠ સૈનિકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ‘કોલમ્પિયન લશ્કરના આઠ સૈનિકો વિચાડાના પૂર્વ વિભાગમાં એક મિશન પર હતા. જોકે આ દુર્ઘટના ક્યારે બની તે અંગે તેમણે કોઈ માહિતી આપી નથી.

મીડિયા રિપોર્ટમાં કોલમ્બિયન વાયુ સેનાને ટાંકીને જણાવાયું છે કે, કુમારિબો નગરપાલિકાના એક ગ્રામીણ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે, જેમાં સવાર કોઈપણ મુસાફરો જીવીત રહ્યા નથી. કોલમ્બિયન મીડિયા દ્વારા શેર કરાયેલી કેટલીક તસવીરો ઘાસના મેદાન વચ્ચે એક સળગેલા વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. વાયુ સેનાએ કહ્યું કે, બચાવ અભિયાન હેઠળ ચાલક દળના પરિવારોને સહાય આપવામાં આવી રહી છે.

(5:21 PM IST)