તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
જાણો સૈન્ય તાકાત મામલે ઇઝરાયલ-ઈરાન છે કેટલા મજબૂત

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. લેબેનોન પર હુમલા બાદ ઈરાને ઈઝરાયલ પર 181 મિસાઈલો છોડી હતી. જો કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પણ તેમાંથી કેટલાકને રોકી રહી છે. તો હવે જો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થાય કોની પાસે કેટલી લશ્કરી શક્તિ છે એ જાણી લઈએ.
ઈરાન પાસે સૈનિક વધુ છે તો ઇઝરાયલ પાસે હાઈટેક ટેકનોલોજી છે. ગ્લોબલ ફાયર ઈન્ડેક્સ 2024 અનુસાર 145 દેશોના સૈન્ય રેન્કિંગની યાદીમાં ઈરાન 14માં અને ઈઝરાયલ 17માં સ્થાને છે. બંને દેશોની વાસ્તવિક શક્તિને સમજવા માટે બંને દેશોની લશ્કરી શક્તિ વિષે જાણવું જરૂરી છે. વસ્તી બાબતે જો બંને દેશની તુલના કરવામાં આવે તો ઈરાન વસ્તીની દ્રષ્ટીએ વિશ્વમાં 17માં સ્થાને છે. જયારે ઇઝરાયલ 92માં સ્થાને છે. તેમજ જો ઈરાનની આર્મીની વાત કરવામાં આવે તો ઈરાન પાસે 6 લાખ 10 હજાર સૈનિકો અને રિઝર્વ ફોર્સમાં 3 લાખ 50 હજાર સૈનિકો છે, જયારે ઇઝરાયલ પાસે 1 લાખ 70 હજાર સૈનિકો અને 4 લાખ 65 હજાર રિઝર્વ સૈનિકો છે. આ સિવાય ઈરાન અર્ધ લશ્કરી દળોમાં પણ આગળ છે. ઈરાન પાસે 2 લાખ 20 હજારનું તો ઇઝરાયલ પાસે 35 હજારનું અર્ધ લશ્કરી દળ છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
