તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ઇઝરાયલના બદલાના ડરથી ઈરાને તમામ ફ્લાઈટ્સ કરી રદ

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફફડાટનો માહોલ છે. જેથી ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈરાને સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. મંગળવારની રાતે ઈરાને ઇઝરાયલ પર 181 બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ઈઝરાયલે એક કલાક તેમજ બેન ગુરિયન એરપોર્ટની થોડા સમય માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
