તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
વાવાઝોડાના ડરથી તાઈવાનમાં શાળા-કોલેજોમાં રાખવામાં આવી રજા

નવી દિલ્હી: ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત ક્રેથોન તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈ તાઇવાનની સરકારે સાવચેતીના પગલાં લીધાં છે. બુધવારે રાજધાની તાઇપે સહિત દેશના મોટા ભાગોમાં તમામ ઓફિસ, શાળા-કોલેજ અને બજારોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે તાઇવાનમાં બુધવારે સેંકડો ફ્લાઇટને રોકી દીધી છે. તાઇવાનના હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, આ સમુદ્રી વાવાઝોડું મોટી તબાહી મચાવી શકે છે. ક્રેથોનના કારણે સમુદ્ર તટ પર ભયાનક મોજા ઉછળશે અને મુશળધાર વરસાદ વરસશે. હાલની સ્થિતિને જોતા તાઇવાન સરકારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે અને દરિયા, નદી અને પહાડોથી દૂર રહેવાનું જણાવવામાં આવ્યું છે. તાઇવાનના હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરૂવારની સવારે કાઉશુંગ અને તેના પાડોશી શહેર તાઇવાનની વચ્ચે વાવાઝોડું આવી શકે તેવી સંભાવના છે, ત્યારબાદ તે પશ્ચિમી તટથી પસાર થઈને રાજધાની તાઇપે તરફ આગળ વધશે. આ દરમિયાન સરકારે 38 હજાર સેનાના જવાનોને વાવાઝોડાનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય મોડમાં તૈયાર રાખ્યા છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
