<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ઇઝરાયલનું સૈન્ય લેબનોનમાં 48 કી.મી ઘુસી ગયું હોવાના સમાચાર

નવી દિલ્હી: લેબનોનની અંદર લગભગ 50 કિલોમીટર સુધી ઈઝરાયલી ટેન્ક અને સેના પહોંચી ગઈ છે. પેજર એટેક, વોકી-ટોકી હુમલો, એર સ્ટ્રાઈક બાદ હવે સામેથી દુશ્મન આવતાં જોઈને હિઝબુલ્લાહના ફાઈટર વિસ્તાર છોડી ભાગી ગયા છે. હવે માત્ર લેબનોનની ખાલી ઈમારતો બચી છે. જેમાં આ યુદ્ધ પહેલા લગભગ 10 લાખ લોકો રહેતા હતાં. ઈઝરાયલની સેના લેબનોની અંદર 48 કિલોમીટર સુધી ઘૂસી ચૂકી છે. તેના હુમલાથી ડરેલા હિઝબુલ્લાહના ફાઈટર વિસ્તાર છોડીને ભાગી ચૂક્યા છે. થોડો સંઘર્ષ લેબનીઝ સેના અને અમુક ફાઈટર સાથે થઈ રહ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં લેબનોનના લોકો નથી. લગભગ 10 લાખ લોકો આ વિસ્તારને છોડીને જઈ ચૂક્યા છે. ઈઝરાયલી સેના સમગ્ર દક્ષિણી લેબનોનમાં ફેલાઈ ચૂકી છે. ઈઝરાયલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે કહ્યું કે 'આ હિઝબુલ્લાહ વિરુદ્ધ આગામી તબક્કાની લડત છે. લગભગ 50 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ઈઝરાયલી સેના લેબનોની જમીન પર પહોંચી છે. 2006માં ચાલેલા 34 દિવસ લાંબા યુદ્ધ બાદ આ પહેલી વખત છે.' ઈઝરાયેલની સેના તેને લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન ગણાવી રહી છે. જેમાં વાયુસેના પણ મદદ કરી રહી છે. આકાશથી બોમ્બ અને મિસાઈલ છોડીને જમીની સેના માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અર્બન વોર લેબનોનની ગલીઓ અને માર્ગો પર થઈ રહી છે. ઈઝરાયલે કહ્યું છે કે તે લાંબા સમય સુધી લેબનોન પર કબ્જો કરશે નહીં.

 

(5:31 PM IST)